BCCIનું નવું કોન્ટ્રાક્ટ લિસ્ટ: શમી આઉટ, ભુવી-બૂમરાહ A+ કેટેગરીમાં

News18 Gujarati
Updated: March 8, 2018, 9:41 AM IST
BCCIનું નવું કોન્ટ્રાક્ટ લિસ્ટ: શમી આઉટ, ભુવી-બૂમરાહ A+ કેટેગરીમાં

  • Share this:
સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલી COAએ ક્રિકેટર્સના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ પ્રેસ રિલીઝ દ્વારા આની જાણકારી આપી છે. નવા કોન્ટ્રાક્ટની જાહેરાત બાદ મોહમ્મદ શમીને મોટો ઝાટકો લાગ્યો છે, કેમ કે તેની સાથે બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ આગળ વધાર્યો નથી. શમીને એકપણ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યો નથી. તદ્દ ઉપરાંત ધોનીને એક સ્થાન નીચે લાવવામાં આવ્યો છે. જ્યારે ભુવી અને બૂમરાહને લોટરી લાગી છે.

આ કોન્ટ્રાક્ટ અનુસાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને આર અશ્વિન ટોપ કેટેગરી એટલે કે A+માંથી બહાર રાખવામાં આવ્યા છે. બંનેને A કેટેગરીમાં આપવામાં આવી છે, જ્યારે વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓને A પ્લસની કેટેગરીમાં સ્થાન અપાયું છે.



અગાઉ A,B,C ત્રણ કેટેગરીઝ હતી પરંતુ નિયમો અનુસાર હવે તેને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવી છે. A+, A, B અને C છે. જેમાંથી A+માં 5 જ્યારે અન્ય ત્રણે કેટેગરીમાં 7-7 ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. આમ આ વખતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને કમ્પનસેશન માળખામાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.



ભારતીય બોલર્સ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ જ્યારે A કેટેગરીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળશે. આમ, ધોની કરતા ભુવનેશ્વર અને બુમરાહને વધુ રકમ મળશે.  આમ વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા ઉપરાંત બે બોલર્સે A+ કેટેગરીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

આ સિવાય ચોંકાવનારી વાત એ છે કે, BCCI દ્વારા મોહમ્મદ શમીનો કોન્ટ્રાક્ટ્ર રિન્યૂ કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, શમી પર તેની પત્ની દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોને કારણે BCCIની પણ ક્રિકેટ જગતમાં બદનામી થઈ રહી છે અને આ કારણે બોર્ડે શમી સાથેનો કૉન્ટ્રાક્ટ આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે.
First published: March 7, 2018, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading