Home /News /sport /

BCCIએ ટીમ ઇન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, રાજકોટમાં રમાશે બે મેચો

BCCIએ ટીમ ઇન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, રાજકોટમાં રમાશે બે મેચો

BCCIએ ટીમ ઇન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, રાજકોટમાં રમાશે બે મેચો

ઘરેલું સિઝનમાં કુલ 26 મેચો રમાશે, જેમાં 5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) આગામી 2019-20ના ઘરેલું સિઝનની જાહેરાત કરી દીધી છે. આ ઘરેલું સિઝનમાં કુલ 26 મેચો રમાશે. જેમાં 5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આ જાણકારી આપી હતી.

    બીસીસીઆઈ તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે ભારતની ઘરેલું સિઝનની શરુઆત દક્ષિણ આફ્રિકા સામે ફ્રીડમ ટ્રોફીથી શરુ થશે. આ શ્રેણી 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ પછી બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી-20 મેચ અને 2 ટેસ્ટ મેચ રમશે. આ શ્રેણીની ટી-20 મેચ દિલ્હી, રાજકોટ (7 નવેમ્બર) અને નાગપુરમાં રમાશે. જ્યારે ટેસ્ટ મેચ ઇન્દોર અને કોલકાતામાં રમાશે.

    વેસ્ટ ઇન્ડીઝની ટીમ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. જેમાં તે ટીમ ઇન્ડિયા સાથે 3 ટી-20 શ્રેણી અને 3 વન-ડે મેચ રમશે. ઝિમ્બાબ્વે જાન્યુઆરી 2020માં ભારતના પ્રવાસે આવશે. જે ત્રણ ટી-20 મેચ રમશે. આ પછી ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે ત્રણ વન-ડે મેચ રમવા આવશે. આ શ્રેણીનું આયોજન 14 થી 19 જાન્યુઆરી વચ્ચે થશે. મેચો મુંબઈ, રાજકોટ (17 જાન્યુઆરી) અને બેંગલોરમાં રમાશે.

    આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ



    ઓસ્ટ્રેલિયા પછી દક્ષિણ આફ્રિકાની ટીમ માર્ચ 2020માં 3 વન-ડે મેચ રમવા ભારત આવશે. 12 થી 18 માર્ચ દરમિયાન રમાનાર આ શ્રેણીની મેચો ધર્મશાલા, લખનઉ અને કોલકાતામાં રમાશે.

    હાલ ભારતીય ટીમ વર્લ્ડ કપમાં વ્યસ્ત છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 જુલાઈએ રમાશે. આ પછી ભારતીય ક્રિકેટ ટીમ બે ટેસ્ટ, 3 ટી-20 અને 3 વન-ડે રમવા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Schedule, Team india, બીસીસીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन