ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા બદલ ભારતીય ટીમને ઇનામ

News18 Gujarati
Updated: January 8, 2019, 4:58 PM IST
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા બદલ ભારતીય ટીમને ઇનામ
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા બદલ ભારતીય ટીમને ઇનામ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવા પર ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવતાની સાથે રોકડ પુરુસ્કારની પણ જાહેરાત કરી

  • Share this:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવા પર ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવતાની સાથે રોકડ પુરુસ્કારની પણ જાહેરાત કરી છે. બોર્ડે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવા પર વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમને અભિનંદન. બોર્ડ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દરેક મેચમાં અંતિમ ઇલેવનમાં રમનાર ખેલાડીઓેને 15-15 લાખ રુપિયા અને દરેક મેચના રિઝર્વ ખેલાડીઓને 7.5 લાખ રુપિયા આપવામાં આવશે.

આ સિવાય દરેક કોચને 25-25 લાખ રુપિયા અને ટીમના સપોર્ટિંગ સ્ટાફ (નોન કોચિંગ)ને તેના વેતન અને ફીની બરાબર બોનસ આપવામાં આવશે.

આ પણ વાંચો - જીતની ખુશીમાં ભાગીદાર થવા મેદાનમાં આવી અનુષ્કા, કોહલી પર વરસાવ્યો પ્રેમ

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે.
First published: January 8, 2019, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading