U19 WC Final: વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડી માલામાલ, BCCI આપશે 40-40લાખ રૂપિયા
U19 WC Final: વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડી માલામાલ, BCCI આપશે 40-40લાખ રૂપિયા
અંડર 19 ટીમ ઇન્ડિયાની જીત
U19 World Cup 2022 Final: ભારતીય ટીમે શનિવારે રેકોર્ડ 5મી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવી ભારતે પહેલો કપ વર્ષ 2000માં મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં જીત્યો હતો. વર્ષ 2022નો કપ પોતાનાં નામે કર્યા બાદ BCCIએ ખાસ પુરસ્કારની જાહેરાત કરી છે.
એંટિગા: ભારતીય અંડર-19 ટીમ (Indian under-19 Team) વર્લ્ડ કપમાં અપરાજય રહી. ટીમે શનિવારે રાત્રે રમેલાં ફાઇનલમાં (Under-19 World Cup) ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવી. આ સાથેજ પાંચમી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાનાં નામે કર્યો. મેચમાં (India vs England) ઇંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરીને 189 રન બનાવ્યાં છે. જવાબમાં ટીમ ઇન્ડિયા (Team India)એ લક્ષ્યને 47.4 ઓવરમાં 6 વિકેટથી હાંસેલ કરી લીધો હતો. ટીમની કમાન યશ ધુલ (Yash Dhull)ની પાસે હતી. ટાઇટલ જીત્યા બાદ બીસીસીઆઇ (BCCI)S ખેલાડીઓ ઉપરાંત સ્પોર્ટ સ્ટાફ માટે પણ મોટી જાહેરાત કરી છે. ભારતે વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપનો તાજ જીત્યો હતો.
બોર્ડ સચિવ જય શાહ (Jay Shah)એ ફાઇનલમાં ભારતની જીત બાદ ટ્વિટ કરી લખ્યું છે કે, 'અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી કપ જીતનારી અંડર-19 ટીમનાં સભ્યોને BCCI 40-40 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર પેટે આપશે. અને સપોર્ટ સ્ટાફને 25- 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આપે અમને ગૌરવાન્વિત કર્યા છે.'
I’m pleased to announce the reward of 40 lacs per player and 25 lacs per support staff for the U19 #TeamIndia contingent for their exemplary performance in #U19CWCFinal. You have made 🇮🇳 proud. @SGanguly99@ThakurArunS@ShuklaRajiv
જણાવી દઇએ કે, પૂર્વ દિગ્ગજ ખેલાડી અને NCR પ્રમુખ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)ની ટીમની સાથે વેસ્ટઇન્ડિઝમાં હતાં. તેણે ખેલાડીઓની સાથે સારો એવો સમય વિતાવ્યો હતો.
બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (SouravGanguly) એ પણ ખેલાડીઓને એવોર્ડ આપવા પર સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ગાંગુલીએ લકખ્યું કે, 'અંડર-19 ટીમનાં ખેલાડી, સ્પોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સનાં આટલાં શાનદાર રીતે વર્લ્ડ કપ જીતવા માટે વધામણાં, અમારા દ્વારા 40 લાખ રૂપિયાનાં પુરસ્કારની જાહેરાત પ્રશંસાનું એક નાનકડું પ્રતીક છે. પણ આપનો પ્રયાસ આનાંથી પરે છે. શાનદાર ખેલ.'
Congratulations to the under 19 team and the support staff and the selectors for winning the world cup in such a magnificent way ..The cash prize announced by us of 40 lakhs is a small token of appreciation but their efforts are beyond value .. magnificent stuff..@bcci
કૈફથી લઇ ધુલ સુધી- અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ (U19 WC Final) જીતવા પર ભારતીય કેપ્ટનની વાત કરીએ તો, સૌથી પહેલાં 2000માં મોહમ્મદ કૈફે ભારતને ચેમ્પિયન બનાવ્યો, તે બાદ 2008માં વિરાટ કોહલી ( Virat Kohli)ની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ બીજી વખત સફળતા હાંસેલ કરી. તે બાદ 2012માં ઉન્મુક્ત ચંદે અને વર્ષ 2018માં પૃથ્વી શો દ્વારા ભારતને વર્લ્ડકપમાં જીત અપાવવામાં આવી હતી. જે બાદ હવે યશ ધુલની કેપ્ટનશીપમાં ટીમે ફાઇનલ જીતી. ભારત બાદ ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ત્રણ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. પણ આ વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને સેમીફાઇનલમાં જ હાર અપાવી દીધી.
ફાઇનલ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરનારા રાજ બાવા (Raj Bawa) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે 5 વિકેટ લીધી. આ ઉપરાંત જ્યારે ચાર વિકેટ ગુમાવી ટીમ ઇન્ડિયા સંધર્ષ કરી રહી હતી ત્યારે તેણે ન ફક્ત 35 રન બનાવ્યાં પણ નિશાંત સિંઘની સાથે અર્ધશતકીય પાર્ટનરશીપ કરી ભારતની જીત સુનિશ્ચિત કરી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર