ઓવલ. બીસીસીઆઇ (BCCI) ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી નારાજ છે. થોડા દિવસ પહેલા રવિ શાસ્ત્રીના (Ravi Shastri) બુક લોન્ચ કાર્યક્રમમાં કોહલી (Virat Kohli) પણ ગયો હતો. તેના માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડથી (ECB) મંજૂરી નહોતી લેવામાં આવી. આ કાર્યક્રમમાં ઘણો લોકો સામેલ થયા હતા. મળતી માહિતી મુજબ, રવિ શાસ્ત્રી પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું. ટીમ ફિજિયો નિતિન પટેલ આઇસોલેશનમાં છે. આ કારણે રવિ શાસ્રીદ ટીમની સાથે પાંચમી ટેસ્ટમાં પણ નહીં રહી શકે.
‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રુમ લોકોથી ભરાયેલો હતો. આ દરમિયાન રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી સાથે જોવા મળ્યા હતા. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે, બોર્ડની સાથે ઇવેન્ટની તસવીરો શૅર કરવામાં આવી છે. બોર્ડ આ મામલાની તપાસ કરશે. આ કાર્યક્રમે બોર્ડને શરમમાં મૂકી દીધું છે. કોચ અને કેપ્ટનથી ઓવલ ટેસ્ટ બાદ આ મામલે સવાલ-જવાબ કરવામાં આવશે. ટીમ Administrative મેનેજર ગિરિશ ડોંગરે પણ તપાસના દાયરામાં છે.
બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાએ ECB પાસેથી ઇવેન્ટને લઈ જરૂરી મંજૂરી નહોતી માંગી. અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઇ ઇસીબીના સંપર્કમાં છે અને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સીરીઝ કોઈ અડચણ વગર પૂર્ણ થાય. તમામ લોકોને આશા છે કે રવિ શાસ્ત્રી ઝડપથી સાજા થઈ જશે. બુધવારે ટી20 વર્લ્ડ કપને લઈ બેઠક યોજાવાની છે. ત્યાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે, તે એક ઓફિશિયલ કાર્યક્રમ નહોતો, જેને કોઈ બોર્ડે આયોજીત કર્યો હોય. આ ઘટના વધુ પરેશાન કરનારી છે કારણ કે બીસીસીઆના સચિવ જય શાહે (BCCI Secretary Jay Shah) સીરીઝ શરૂ થતા પહેલા ટીમના દરેક સભ્ય પત્ર લખીને તેમને સતર્ક રહેવા અને ભીડભાડવાળા કાર્યક્રમોમાં સામેલ થવાથી બચવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ આ બીજી ઘટના બની છે. તેમણે વધુમાં કહ્યું કે, એવું નહીં કહી શકાય કે શાસ્ત્રી માત્ર એટલા માટે બીમાર પડી ગયા, કારણ કે તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ટીમ હોટલમાં જે લિફ્ટનો ઉપયોગ કરે છે, તેનો ઉપયોગ અન્ય લોકો પણ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર