Home /News /sport /

BCCI AGM Match: જય શાહે અઝહરૂદ્દીન સહિત ત્રણની વિકેટ ખેરવી, બે હાર્ટ સર્જરી થઈ હોવા છતાં ગાંગુલીએ મેચ રમી

BCCI AGM Match: જય શાહે અઝહરૂદ્દીન સહિત ત્રણની વિકેટ ખેરવી, બે હાર્ટ સર્જરી થઈ હોવા છતાં ગાંગુલીએ મેચ રમી

BCCI AGM Match : બીસીસીઆઈ એજીએમની મેચમાં રસાકરસી ભર્યો જંગ

BCCI Agm Festival Match: પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જય શાહની ટીમ સામે જોરદાર બેટિંગ (Sourav Ganguly) કરી, જાણો કોણ જીત્યું આ મેચમાં

    પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની (BCCI President Sourav Ganguly) જોરદાર કવર ડ્રાઇવ દર્શકોને ફરી એકવાર જોવા મળી હતી. શુક્રવારે સૌરવ ગાંગુલી બીસીસીઆઈ પ્રેસિડેન્ટ ઈલેવન વતી રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તેની મેચ સેક્રેટરી જય શાહની (BCCI Agm Festival Match) ટીમ સામે હતી. બે-બે હાર્ટ સર્જરી કરાવી હોવા છતાં દાદા ક્રિકેટ રમવા ઉતરતા દર્શકોના દિલ જીતી લીધા હતા. બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભાની (BCCI AGM) પૂર્વ સંધ્યાએ ગઈકાલે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એક એક્ઝિબિશન મેચ યોજાઈ હતી. આ મેચમાં જય શાહે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ગાંગુલીએ 35 રન કરી અને એક વિકેટ લીધી હતી.

    આ રસકસી ભરી મેચમાં સૌરવ ગાંગુલી અને જય શાહની (Sourav Ganguly Vs Jay shah Team) ટીમ વચ્ચે 15-15 ઓવરનો મુકાબલો ખેલાયો હતો. જોકે, આ મેચમાં ગાંગુલીની ટીમ 1 રનથી હારી ગઈ હતી. આ મેચમાં દાદા બે હાર્ટ સર્જરી બાદ પણ મેદાનમાં ક્રિકેટ રમવા ઉતરતા લોકો ખુશ થઈ ગયા હતા. સૌરવ ગાંગુલીએ છઠ્ઠા નંબરે ઉતરી અને 20 બોલમાં બે છગ્ગા અને 2 ચોક્કાની મદદથી 35 રન માર્યા હતા. ત્યારે મેચના નિયમ મુજબ તેમણે રિટાયર થવાનું હતું. ત્યારબાદ તેમની ટીમ એક રનથી હારી ગઈ હતી.

    જય શાહની ગુગલી પર 3 ખેલાડી ઢેર

    બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સ્પિન બોલર છે. જય શાહની બોલિંગમાં તેણે 7 ઓવરમાં 58 રન આપી અને 3 વિકેટ લીધી હતી. જય શાહે ઈડન ગાર્ડનના રાજા મોહમ્મદ અઝહરૂદ્દીનની વિકેટ પાડી હતી. અઝરૂદ્દીન બે રને એલબીડબલ્યૂ થયો હતો. ત્યારબાદ જય શાહે ગોવાના ક્રિકેટ એસોસિએશનના સુરજ લોટલિકરને આઉટ કર્યો હતો અને ત્રીજી વિકેટ બંગાલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અભિષેક ડાલમિયાની લીધી હતી.

    આ પણ વાંચો : Cricket: કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં આ 7 બેટ્સમેને મારી હતી ડબલ સદી, જાણો ક્યા દેશના છે ખેલાડીઓ

    જયદેશ શાહે કર્યા સૌથી વધુ રન

    બીસીસીઆઈ સેક્રેટરી જય શાહની ટીમે પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટના નુકસાને 15 ઓવરમાં 128 રન બના્યા હતા. જય શાહની ટીમ વતી સૌથી વધુ અરૂણ ધૂમલે 36 અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જયદેવ શાહે 40 રન બનાવ્યા હતા. આ મેચમાં ગાંગુલીએ એક વિકેટ પણ ઝડપી હતી. ગાંગુલીએ 3 ઓવરમાં 19 રન આવી અને એક વિકેટ લીધી હતી.



    આ પણ વાંચો : IND vs NZ: વિરાટ કોહલીની વિકેટનો Video,પાર્થિવ પટેલ કહ્યું- નોટ આઉટ છે, BCCIએ પૂછ્યું તમે જ નક્કી કરો OUT કે NOT OUT?

    ગાંગુલીની બેવાર હાર્ટ સર્જરી થઈ છે

    બીસીસીઆઈના પ્રેસિડેન્ટ અને ભારતના ક્રિકેટર સૌરવ ગાંગુલીની આ વર્ષે જાન્યુઆરી મહિનામાં બીજીવાર હાર્ટ સર્જરી થઈ હતી. પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હોવા છતાં ગાગંગુલીને બીજીવાર છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ ફરી ગાંગુલીની દાખલ કરવામાં આવ્યા હતો અને તેની બીજીવાર સર્જરી થઈ હતી. આમ એક જ મહિનામાં બેવાર ગાંગુલીની હાર્ટ સર્જરી થઈ હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, બીસીસીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन