...તો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટો થશે કાયદેસર!

બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટ સાથે જોડાયેલા શેખાવતે આ વાત કરી

News18 Gujarati
Updated: September 17, 2019, 3:51 PM IST
...તો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટો થશે કાયદેસર!
...તો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટો થશે કાયદેસર!
News18 Gujarati
Updated: September 17, 2019, 3:51 PM IST
ભારતીય ક્રિકેટ (Indian Cricket)માં સામે આવી રહેલા ભ્રષ્ટાચારના મામલાને લઈને બીસીસીઆઈ (BCCI)ના એન્ટી કરપ્શન યૂનિટ (Anti Corruption Unit)ના ચીફ અજીત સિંહ શેખાવતે (Ajeet Singh Shekhawat) સટ્ટાબાજી (Betting)કાયેદસર કરવાની સલાહ આપી છે. રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક રહી ચૂકેલા શેખાવતે કહ્યું છે કે આપણે મેચ ફિક્સિંગ (Match Fixing) કાનૂન લાવવાની જરુર છે. જો તેની સામે સ્પષ્ટ કાનૂન હશે તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ જશે. શેખાવતને પુછવામાં આવ્યું હતું કે શું મુંબઈ, કર્ણાટક અને તમિલનાડુમાં આ વર્ષે મેચ ફિક્સિંગના મામલા આવ્યા પછી દેશમાં સ્પોટ ફિક્સિંગ રોકવી અશક્ય થઇ છે? આ સવાલ પર કહ્યું હતું કે એવું નથી કે તેની રોકી જ ના શકાય. એપ્રિલ 2018માં બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટ સાથે જોડાયેલા શેખાવતે પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.

સટ્ટાબાજી કાયદેસર થાય તો થશે ફાયદો
તમિલનાડુ પ્રીમિયર લીગ (Tamilnadu Premier League) અને મહિલા ક્રિકેટરો સાથે જોડાયેલ કથિત મેચ ફિક્સિંગ મામલાની તપાસ કરી રહેલા બીસીસીઆઈ એન્ટી કરપ્શન યૂનિટના ચીફ અજીત સિંહ શેખાવતે કહ્યું હતું કે ભારતીય લો કમિશને ગત વર્ષે મેચ ફિક્સિંગને અપરાધ ધોષિત કરવાની વાત કરી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આવું જ કરવામાં આવ્યું છે. આ સિવાય સટ્ટાબાજીને કાયદેસર કરવો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવાની એક રીત છે. જેને અપનાવવા પર વિચાર કરવો જોઈએ. આના કારણે બધો ગેરકાયદેસર વેપાર નિયંત્રિત થઈ શકે છે. અજીત સિંહે સાથે કહ્યું હતું કે આના માટે કેટલાક માપદંડ બનાવવા પડશે. જેથી બધુ નિયંત્રણમાં રહે. આના કારણે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાગી શકે છે. સરકારને પણ રાજસ્વમાં મોટી રકમ મળી શકે છે.

આ પણ વાંચો - ભારતીય લોકોએ તોડ્યો ક્રિકેટ વર્લ્ડ કપ જોવાનો રેકોર્ડ

સટ્ટાબાજી સાથે જોડાયેલ બધો ડેટા રહેશે હાજર
અજીત સિંહ શેખાવતે કહ્યું હતું કે એક વખત સટ્ટાબાજી કાયદેસર થઈ જાય તો તમને ખબર પડશે કે કોણ-કોણ સટ્ટાબાજી કરી રહ્યું છે અને કેટલી કરી રહ્યું છે. આમ કરતા તમારી પાસે બધા ડેટા હશે તો તમે ગેરકાયદેસર સટ્ટાબાજીને મુશ્કેલ બનાવી શકો છો. પહેલા ભ્રષ્ટાચારના મૂળ ફક્ત પુરુષ ક્રિકેટમાં ફેલાયેલા હતા પણ હવે મહિલા ક્રિકેટ પણ તેમની નજરમાં છે.
Loading...

હાલમાં ભારતીય ક્રિકેટમાં મેચ ફિક્સિંગની ઘટનાઓને લઈને સક્રિયતા વધી છે. તમિલનાડુ પ્રીમિયર લીગમાં કથિત મેચ ફિક્સિંગની આશંકા પછી મહિલા ટીમને પણ ફિક્સિંગની ઓફરના સમાચાર સામે આવ્યા છે. બંને મામલામાં એફઆઈઆર નોંધી તપાસ શરુ કરી દીધી છે. જોકે હજુ એ વાતનો ખુલાસો થયો નથી કે તેની પાછળ કયા-કયા લોકો સામેલ છે.
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...