શાકિબની લડાયક સદી, બાંગ્લાદેશનો ઐતિહાસિક વિજય

વેસ્ટ ઇન્ડીઝ - 321/8 , બાંગ્લાદેશ- 322/3 (41.3 ઓવર), શાકિબ અલ હસનની સદી (124*) અને લિટ્ટન દાસની અડધી સદી (94*)

News18 Gujarati
Updated: June 17, 2019, 11:01 PM IST
શાકિબની લડાયક સદી, બાંગ્લાદેશનો ઐતિહાસિક વિજય
શાકિબની લડાયક સદી, બાંગ્લાદેશનો ઐતિહાસિક વિજય
News18 Gujarati
Updated: June 17, 2019, 11:01 PM IST
શાકિબ અલ હસનની સદી (124*) અને લિટ્ટન દાસની અડધી સદી (94*)ની મદદથી બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 7 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 8 વિકેટે 321 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશ 4 મેચમાં 5 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે આવી ગયું છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝના 3 પોઇન્ટ છે.

બાંગ્લાદેશના તમિમ ઇકબાલ (48) અને સૌમ્યા સરકારે (29) પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત કરી હતી. આ બંનેના આઉટ થયા પછી શાકિબે એક છેડો સાચવી રાખતા 83 બોલમાં 13 ફોર સાથે સદી ફટકારી હતી. શાકિબ 99 બોલમાં 16 ફોર સાથે 124 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે દાસ સાથે 189 રનની અતૂટ ભાગીદારી કરી જીત અપાવી હતી. દાસ 69 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે 94 રન બનાવી અણનમ રહ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી રસેલ અને થોમસે 1-1 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી શાઇ હોપે સૌથી વધારે 96 રન બનાવ્યા હતા. આ સિવાય એવિન લેવિસે 70 અને હેટમાયરે 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર અને સૈફુદ્દીને 3-3 વિકેટ ઝડપી હતી. શાકિબ અલ હસનને 2 વિકેટ મળી હતી.

 
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...