Ban vs Afg: શાકિબની 5 વિકેટ, બાંગ્લાદેશનો 62 રને વિજય

News18 Gujarati
Updated: June 24, 2019, 10:57 PM IST
Ban vs Afg: શાકિબની 5 વિકેટ, બાંગ્લાદેશનો 62 રને વિજય
શાકિબ અલ હસનનું ઓલરાઉન્ડર પ્રદર્શન (51 રન અને 5 વિકેટ), મુશ્ફિકુર રહીમના 83 રન

શાકિબ અલ હસનનું ઓલરાઉન્ડર પ્રદર્શન (51 રન અને 5 વિકેટ), મુશ્ફિકુર રહીમના 83 રન

  • Share this:
શાકિબ અલ હસનના ઓલરાઉન્ડર પ્રદર્શન (51 રન અને 5 વિકેટ) અને મુશ્ફિકુર રહીમના 83 રનની મદદથી બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 62 રને વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 262 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 47 ઓવરમાં 200 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાન તરફથી શિનવારીએ સૌથી વધારે 49* રન બનાવ્યા હતા.

રહમત 24 રને શાકિબનો શિકાર બન્યો હતો. શાહિદી 11, નઈબ 47 અને મોહમ્મદ નબી 00 રને આઉટ થતા અફઘાનિસ્તાને 104 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. અશગર અફઘાન 20 રને શાકિબનો શિકાર થયો હતો. અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવતા મેચમાં પરત ફરી શક્યા ન હતા. શાકિબ અલ હસને 10 ઓવરમાં 29 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

અગાઉ બાંગ્લાદેશનો લિટ્ટન દાસ 16 રને આઉટ થતા શરુઆત ખરાબ રહી હતી. દાસ અને તમિમે પ્રથમ વિકેટ માટે 23 રનની ભાગીદારી નોંધાવી હતી. તમિમ અને શાકિબે 59 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ સમયે નબીએ તમિમને 36 રને આઉટ કરી ભાગીદારી તોડી હતી.

શાકિબે શાનદાર ફોર્મ જારી રાખતા 66 બોલમાં 1 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી.જોકે તે 51 રન બનાવી મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. સૌમ્યા સરકાર 3 રને આઉટ થયો હતો.

મુશ્ફિકુર રહીમે 87 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 83 રન બનાવી ટીમનો રકાસ ખાળ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાનના કેપ્ટને બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Loading...

બંને ટીમો આ પ્રકારે છે

અફઘાનિસ્તાન - સમીઉલ્લાહ શિનવારી, ગુલાબદ્દીન નઇબ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, અશગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, ઇકરામ અલી, રાશિદ ખાન, દૌલત ઝાદરાન, મુજીબ ઉર રહેમાન.

બાંગ્લાદેશ - તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, લિટ્ટન દાસ, મહેંદી હસન, મોસેદ્દીક હુસૈન, મહમદુલ્લાહ, મોહમ્મદ સૈફુદ્દીન, મશરફે મોર્તુઝા, મુશ્તાફિઝુર રહેમાન.
First published: June 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...