Home /News /sport /

ચાહકને મારવા પર બાંગલાદેશી ક્રિકેટરને મળી મોટી સજા

ચાહકને મારવા પર બાંગલાદેશી ક્રિકેટરને મળી મોટી સજા

બાંગ્લાદેશનાં બોલર શબ્બીર રહેમાનને તેનાં ખોટા વ્યવહારની મોટી સજા મળી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શબ્બીરની સાથે આવનારા છ મહિના માટે રાષ્ટ્રિય ક્રિકેટ કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે.

બાંગ્લાદેશનાં બોલર શબ્બીર રહેમાનને તેનાં ખોટા વ્યવહારની મોટી સજા મળી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શબ્બીરની સાથે આવનારા છ મહિના માટે રાષ્ટ્રિય ક્રિકેટ કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે.

મુંબઇ: બાંગ્લાદેશનાં બોલર શબ્બીર રહેમાનને તેનાં ખોટા વ્યવહારની મોટી સજા મળી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શબ્બીરની સાથે આવનારા છ મહિના માટે રાષ્ટ્રિય ક્રિકેટ કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે. બાંગ્લાદેશી ખેલાડીઓ માટે રાષ્ટ્રિય કોન્ટ્રાક્ટ પહેલી જાન્યુઆરી 2018થી લાગુ થવાનો હતો.

BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)નાં કેન્દ્રિય કરારમાં શબ્બીર B ગ્રેડમાં આવે છે. સોમવારે અનુશાસન સમિતિની બેઠક બાદ BCBનાં અધ્યક્ષ નજમુલ હસને શબ્બીર વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો. તે બાંગ્લાદેશનો પહેલો એવો ક્રિકેટર છે જેને આવી સાજ ફટકારવામાં આવી છે. BCBનાં અધ્યક્ષ નજમુલ હસનનું કહેવું છે કે 26 વર્ષિય ખિલાડી પર સ્થાનિક મેચ માટે 6 મહિનાનો પ્રતિબંધ લાદવામાં
આવ્યો છે.

આ યુવા ચાહકે તેનાં શહેરમાં રાજશાહીમાં 21 ડિસેમ્બરનાં રોજ યોજાયેલી પહેલી સિરીઝ રાષ્ટ્રિય ક્રિકેટ લીગ મેચ દરમિયન શબ્બીર પર કમેન્ટ કરી હતી. જે બાદ મેચ પૂર્ણ થયા બાદ શબ્બીર સાઇટ સક્રિન પાછળ ગયો હતો અને તેણે આ યુવાને ઢોર માર માર્યો હતો. જ્યારે આ કેસમાં શબ્બીરને સુનવણી માટે બોલાવવામાં આવ્યો તો તેણે મેચ રેફરી સાથે પણ જીભાજોડી કરી હતી. હાલમાં શબ્બીરે તેની ભૂલ સ્વિકારી લીધી છે. અને તેને મળેલી સજા પર તેને વગર કંઇ કહ્યે સહમતી આપી દીધી છે.
First published:

Tags: સજા

આગામી સમાચાર