શ્રીલંકાને માત આપીને બાંગ્લાદેશ પહોંચ્યુ ફાઈનલમાં, ટીમ ઈન્ડિયા સામે લેશે ટક્કર

News18 Gujarati
Updated: March 16, 2018, 11:31 PM IST
શ્રીલંકાને માત આપીને બાંગ્લાદેશ પહોંચ્યુ ફાઈનલમાં, ટીમ ઈન્ડિયા સામે લેશે ટક્કર

  • Share this:
એકવાર ફરીથી બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરતાં શ્રીલંકાને માત આપી દીધી છે. શ્રીલંકાને હરાવતાની સાથે જ બાંગ્લાદેશને ફાઈનલની ટીકિટ મળી ગઈ છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ શ્રીલંકન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. શ્રીલંકાની શરૂઆત આમ તો ખરાબ થઈ હતી. જોકે, મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવતા કુશલ પરેરાએ 61 રન બનાવીને ટીમને ઓક્સિઝન પૂરુ પાડ્યું હતું, જ્યારે નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવેલ થિસારા પરેરાએ 58 રન બનાવીને ટીમને એક સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. તે ઉપરાંત કૂશલ મેન્ડિસે 11 રન બનાવીને બે આંકડાનો સ્કોર બનાવ્યો હતો. આ ત્રણ ખેલાડીઓ સિવાય અન્ય એકપણ ખેલાડી બે આંકડાનો સ્કોર બનાવી શક્યો નહતો. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝૂર રહેમાને બે વિકેટ મેળવી હતી, જ્યારે શાકિબ અલ હસન, રૂબેલ હસન, મહેંદી હસન અને સોમ્ય સરકારે એક-એક વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદુલ્લાને એકપણ વિકેટ મળી નહતી.

શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં મુસ્તફિઝુર રહિમે 35 બોલમાં 72 રન ફટકાર્યા હતા.


160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમને પહેલો જ ફટકો લિટોન દાસના રૂપમાં લાગ્યો હતો. જે એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન ફર્યો હતો. જોકે, તેના ઓપનર સાથી તમિમ ઈકબાલે શાનદાર બેટિંગ કરતાં 42 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે ફિફ્ટી ફટકારી દીધી હતી. દાસની જગ્યાએ મેદાનમાં આવેલ સબ્બીર રહેમાન પણ 13 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, મીડલ ઓર્ડરમાં ઉતરેલ મુસ્તફિઝૂર રહિમે ઠિક ઠાક બેટિંગ કરતાં 25 બોલમાં 28 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં મેચ રોમાંચક તબક્કામાં આવી ગઈ હતી. મેચ જીતવાની કોશિશમાં બાંગ્લાદેશના બે ખેલાડી રન આઉટ થઈ ગયા હતા અને અંતિમ વિકેટ આવીને ઉભી રહી હતી. અંતિમ ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે બાર રનની જરૂરત હતી.ઓગણીસમી ઓવરના અંતિમ બોલે બાંગ્લાદેશની એક વિકેટ પડી હતી, જેમાં મહેંદી હસન રન આઉટ થયો હતો. અહીથી બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂરત હતી. હવે એક ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂરત હતી, જ્યારે બે વિકેટ હાથમાં હતી. 20મી ઓવરનો પહેલો બોલ ડોટ બોલ પડ્યો હતો. જેથી બાંગ્લાદેશ પર દબાણ વધ્યું હતું. 20મી ઓવરના બીજા બોલે બાંગ્લાદેશને વધુ એક ફટકો લાગ્યો અને મુસ્તફિઝૂર રન આઉટ થઈ ગયો. હવે બાંગ્લાદેશને 4 બોલમાં 12 રનની જરૂરત હતી અને એક અંતિમ વિકેટ હાથમાં હતી. જોકે, આ દરમિયાન 15 બોલમાં 31 રન ફટકારીને બેટિંગ કરી રહેલ મોહમ્મદુલ્લાહ સ્ટ્રાઈકમાં આવી ગયો હતો. 20મી ઓવરના ત્રીજા બોલે ઉડાનાને મોહમ્મદુલ્લાહે ફોર ફટકારી હતી. જ્યારે ચોથા બોલે બે રન લીધા હતા. આમ બે બોલમાં જીતવા માટે 6 રનની જરૂરત હતી અને મોહમ્મદુલ્લાએ સિક્સ ફટકારીને બાંગ્લાદેશને એક બોલ બાકી રહેતા જીત અપાવી દીધી હતી. બાંગ્લાદેશે રોમાંચક મેચ જીતીને ઈતિહાસ રચતા ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી. આ પહેલા પણ બાંગ્લાદેશે 215 રનનો ટાર્ગેટ મેળવીને મેજબાન ટીમ શ્રીલંકાને માત આપી હતી. આમ શ્રીલંકાના ઘરમાં જ બાંગ્લાદેશે તેને બે વખત માત આપી.બાંગ્લાદેશ તરફથી મોહમ્મદુલ્લાહે ઐતિહાસિક ઈનિંગ રમતા 18 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 43 રન ફટકાર્યા હતા.  મોહમ્મદુલ્લાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.  રવિવારે ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલ આર. પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે.
First published: March 16, 2018, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading