બાંગ્લાદેશી મહિલા ક્રિકેટરની 14,000 ડ્રગ્સની ગોળીઓ સાથે ધરપકડ

News18 Gujarati
Updated: April 23, 2018, 6:41 PM IST
બાંગ્લાદેશી મહિલા ક્રિકેટરની 14,000 ડ્રગ્સની ગોળીઓ સાથે ધરપકડ

  • Share this:
બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં રમનાર મહિલા ક્રિકેટરને 'યા બા' નામના ડ્રગ્સ રાખવા પર સોમવારે અદાલતે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે મહિલા ક્રિકેટરને મેથાફેટામાઈન નામના ડ્રગ્સની 14,000 ગોળીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ એશિયામાં ખુબ જ પ્રચલિત છે.

બાંગ્લાદેશમાં સતત યા બા નામનું આ ડ્રગ્સ ફેમસ થઈ રહ્યો છે. વર્ષ 2011ની તુલનામાં વર્ષ 2016માં જ આ ડ્રગ્સની માગ 2500 ટકા વધી ગઈ છે, જે લગભગ 2.94 કરોડ ગોળીયા છે. સરકારી અધિકારીઓ અનુસાર આ દવાનું કારોબાર વાર્ષિક ત્રણ અરબ ડોલરનો થઈ ગયો છે. પોલીસે સુચનાના આધાર પર 23 વર્ષિય નાજરીન ખાન મુક્તાને યા બા ડ્રગ્સની આ ગોળીઓ સાથે ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદાલતે બે દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.

પોલીસે જણાવ્યું કે, મુક્તા વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની છે અને મહિલાની ઢાકા પ્રીમિયર લીગમાં રમે છે. તેને સ્વીકાર કર્યો છે કે, કોક્સ બજારમાંથી આ ડ્રગ્સને લઈને તે ઢાકાના વિભિન્ન ભાગોમાં વેચવા માટે જઈ રહી હતી. પોલીસ અનુસાર આ ડ્રગ્સની એક ગોળી 60 ટકામાં ખરીદવામાં આવી શકે છે પરંતુ ઢાકામાં તે 300 ટકા સુધીમાં વેચાય છે.
First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर