બેંગ્લોર: ભારત અને સાઉથ આફ્રિકા (Ind Vs Sa) વચ્ચે બેંગ્લોરમાં રમાનાર પાંચમી ટી-20 મેચ પર બધાની નજરો ટકેલી હતી, કેમ કે અહીંથી સિરીઝ વિજેતા નક્કી થવાનો હતો. જોકે, વરસાદે વિલન બનીને એન્ટ્રી મારી દીધી છે અને મેચ રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે જ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી 5 મેચની ટી-20 સિરીઝ 2-2ના સ્કોરથી ડ્રો થઈ ગઈ છે.
3.3 ઓવર પછી વરસાદની એન્ટ્રી
બેંગ્લોરમાં રમાયેલી ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું બતું. ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા માટે ઉતરી પરંતુ થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. આ મેચમાં માત્ર 3.3 ઓવર જ નાખી શકાઈ અને ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટના નુકશાન પર 28 રન રહ્યો.
આ મેચ 19-19 ઓવરની જ હતી
બેંગ્લોરમાં વરસાદી વાતાવરણની અસર મેચ ઉપર પણ પડી હતી. મેચ સાત વાગ્યાની જગ્યાએ 7.50 વાગે શરૂ થઈ હતી. આ સાથે જ બંને ઈનિંગ્સમાં 1-1 ઓવર પણ ઘટાડી દીધી હતી. જોકે, પાછળથી મેચ દરમિયાન વરસાદ શરૂ થયો અને ફરીથી બંધ થયો જ નહીં. તો બીજી તરફ મેચ શરૂ થાય તે પહેલા જ આફ્રિકાને પણ એક મોટો ઝાટકો લાગ્યો હતો. આફ્રિકન ટીમનો કેપ્ટન બાવુમા મેચમાં રમી રહ્યો નહતો અને તેમની જગ્યાએ કેશન મહારાજ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર