સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ વિવાદના ભવરના ફસાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર કંઈક એવું કરી ગયો જેના માટે તેને સજા થઈ શકે છે.
અસલમાં, કેમરન બેનક્રોફ્ટને બોલ સાથે છેડછાની કરવા માટે ખિસ્સામાંથી ચિપ જેવું ઓબ્જેક્ટનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. જ્યાર પછી તેને પોતાના ટ્રાઉઝરમાં છુપાવવા માટે પ્રયત્ન કર્યો.
બેનક્રોફ્ટની આ હરકત માટે આઈસીસી તેની વિરૂદ્ધ બોલ ટેમ્પરિંગના પગલા લઈ શકે છે. એમ્પાયર હસ્તક્ષેપ કરે તે પહેલા ટીવી રિપ્લેમાં જોવામાં મળ્યું કે, બેનક્રોફ્ટ બોલને બગાડવા માટે એક બહારની વસ્તુનો પ્રયોગ કરી રહ્યાં છે.
જ્યારે મેદાન પર લાગેલ સ્ક્રિન પર આ બધુ દેખાયું તો, એમ્પાયર નિગેલ લોન્ગ અને રિચર્ડ ઈલિંગવર્થે તરત જ તેમની સાથે વાત કરી. બેનક્રોફ્ટે સફાઈ આપતા કહ્યું કે, તેમના ચશ્માનો તૂટેલો ટૂકડો છે. જોકે કેમરૂન પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, તેમને કોઈ અણીદાર વસ્તુથી બોલને નુકશાન પહોંચાડ્યું છે જેથી બોલ એક તરફથી ખરબચડી તઈ જાય અને બોલરોને સ્વિંગ મળે. સાઉથ આફ્રિકાના બોલર ડેલ સ્ટેને પણ પોતાની ટ્વિટમાં આપત્તિ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આ મેચમાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર કમિંસે બોલને પોતાના પગ નીચે દબાવવાની કોશિશ કરી હતી. જોકે, કમિંશે પોતાના નિવેદનમાં કહ્યું કે, આવું તેમનાથી ભૂલથી થઈ ગયું હતું, જાણી જોઈને તેમને બોલ પગ નીચે દબાવી નહતી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર