પ્રતિબંધ લાગ્યા પછી પણ ઘરે પરત ફરી શકશે નહી સ્મિથ

  • Share this:
    બોલ ટેમ્પરિંગની મામલા પહેલા પોતાની કેપ્ટનસી ગૂમાવનાર સ્ટીવ સ્મિથ પર આઈસીસીએ પણ એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જેથી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 30 માર્ચથી શરૂ થનાર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર રહેશે. એવામાં તે પાછો ઓસ્ટ્રેલિયા પણ પરત ફરી શકશે નહી, કેમ કે બોલ ટેમ્પરિંગ બાબતે થનાર તપાસ બાબતે તેને સાઉથ આફ્રિકામાં હાજર રહેવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદન રજૂ કરીને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઈન્ટીગ્રિટી ચીફ ઈયાન રોય અને હાઈ પર્ફોમન્સ હેડ પેટ હોર્વડના નેતૃત્વમાં થનાર તપાસ માટે સ્મિથને સાઉથ આફ્રિકામાં જ રહેવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાથે તે પણ કહ્યું કે, પ્રવાસમાં ગયેલા બધા જ સભ્ય હાલમાં સાઉથ આફ્રિકામાં જ રહેશે.

    ઉલ્લેખનિય છે કે, સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર કેમરાન બેનક્રોફ્ટ દ્વારા બોલ સાથે છેડછાડ કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથને કેપ્ટનસી અને ડેવિડ વોર્નરને વાઈસ કેપ્ટનસી છોડવી પડી હતી. આઈસીસીએ પણ સ્મિથ અને બેનક્રોફ્ટ પર દંડ લગાવવાની સાથે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે.
    Published by:Mujahid Tunvar
    First published: