Home /News /sport /

bajrang punia : બજરંગ પુનિયાએ સળંગ બીજા CWG માં જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 7મો ગોલ્ડ મેડલ

bajrang punia : બજરંગ પુનિયાએ સળંગ બીજા CWG માં જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 7મો ગોલ્ડ મેડલ

બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો

Bajrang Punia wins gold : કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) ડિફેન્ડિંગ ચેમ્પિયન બજરંગ પુનિયાએ મેન્સ ફ્રીસ્ટાઈલ 65 કિગ્રા ઈવેન્ટમાં મોરેશિયસના જીન-ગ્યુલિયાન જોરિસ બંડેઉને માત્ર એક મિનિટમાં 6-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો

    નવી દિલ્હી : સ્ટાર રેસલર બજરંગ પુનિયા (Bajrang Punia) એ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં કુસ્તી (mens 65kg wrestling) માં ભારતનો પહેલો ગોલ્ડ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં બજરંગનો આ સતત બીજો ગોલ્ડ મેડલ છે. ભારતને અત્યાર સુધીમાં સાત ગોલ્ડ મેડલ મળ્યા છે અને મેડલની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. બજરંગે ફાઇનલમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગે ઇંગ્લેન્ડના જ્યોર્જ રામ સામે ટેકનિકલ શ્રેષ્ઠતા (10-0)ની જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

    ડિફેન્ડિંગ ચેમ્પિયન બજરંગે મેન્સ ફ્રીસ્ટાઈલ 65 કિગ્રા ઈવેન્ટમાં મોરેશિયસના જીન-ગ્યુલિયાન જોરિસ બંડેઉને માત્ર એક મિનિટમાં 6-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં તેમને બે મિનિટથી પણ ઓછો સમય લાગ્યો, જેના કારણે તેઓ શરૂઆતના રાઉન્ડમાં નૌરુના લોવે બિંગહામને 4-0થી આસાનીથી હરાવી જીત નોંધાવી. બજરંગે તેના પ્રતિસ્પર્ધીને સમજવામાં એક મિનિટ લીધી અને પછી અચાનક 'પકડવાની'ની સ્થિતિમાં બિહામને પછાડી મેચ સમાપ્ત કરી દીધી. બિંઘમને આ અચાનકના દાવનો ખ્યાલ જ ન આવ્યો અને ભારતીય કુસ્તીબાજ સરળતાથી જીતી ગયો.

    આ પણ વાંચોઅમદાવાદ : AMC ની સરકારી સ્કૂલમાં રેકોર્ડ બ્રેક એડમિશન : 9500 વિધાર્થીઓએ ખાનગી શાળાને કર્યું ટાટા બાય-બાય

    21 વર્ષીય અંશુ મલિકે કુસ્તીમાં સિલ્વર જીત્યો હતો

    ભારતનો 21 વર્ષીય રેસલર અંશુ મલિક કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચુકી ગયો હતો. તેણે મહિલાઓની 57 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અંશુને ફાઇનલમાં નાઇજીરિયાના ઓડુનાયો અડેકુરોયેએ 6-4થી હરાવ્યો હતો. અંશુએ ફાઈનલ પહેલા દરેક મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની ઇરેન સિમોનિડિસ અને સેમિફાઇનલમાં શ્રીલંકાની નેથમી પોરુથોટેજ સામે ટેકનિકલ શ્રેષ્ઠતા (10-0) જીત નોંધાવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन