ભારતના પુરુષ પહેલવાન બજરંગ પુનિયાએ ઉત્તમ દેખાવ કરતા 21માં કોમનવેલ્થ રમતના 9માં દિવસે ભારતને 17મો ગોલ્ડ અપાવ્યો હતો.
બજરંગે પુરુષોના 65 કિલોગ્રામની ઇવેન્ટની ફાઇનલમાં વેલ્સના કેન ચારિગને હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક છે.
વર્ષ 2014માં બજરંગે ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 61 કિલોગ્રામની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે આ વખતે તે પોતાના ચંદ્રકનો રંગ બદલવામાં સફળ રહ્યો છે!
બજરંગે રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ચારિગને 10-1થી પછાડ્યો હતો. તેમણે પહેલા જ પડાવમાં જીત મેળવી હતી.
ગોલ્ડન શુક્રવાર
આ પહેલા શુક્રવારે તેજસ્વિની સાવંતે 50 મીટર રાઇફલ થ્રી પિસ્ટલમાં ભારતને 15મો ગોલ્ડ અપાવ્યો છે. તેજસ્વિની પછી ભારતના 15 વર્ષના શૂટર અનીશ ભાનવાલાએ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં 16મો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતને નામે 35 મેડલ!
કોમનવેલ્સ ગેમ્સ 2018માં શુક્રવાર સુધી ભારતને 35 મેડળ મળ્યા છે. આ 35માંથી ભારતી ખેલાડીઓએ 17 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત હાલમાં મેડલ મેળવવામાં ત્રીજા નંબર છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર