Babar Azam Trolled for English: અંગ્રેજીમાં બોલવા કે લખવા બદલ પાકિસ્તાની ક્રિકેટરોની કાયમ મજાક ઉડાવવામાં આવે છે. મેચ પછી કોમેન્ટેટર સાથેની વાતચીત હોય કે પછી સોશિયલ મીડિયા પર કંઇક લખવાનું હોય, પાકિસ્તાની ક્રિકેટરોને વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. હવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેની સાત વર્ષ જૂની ટ્વીટને લોકોએ સર્ચ કરી છે, જેમાં તેણે ઝિમ્બાબ્વેનો સ્પેલિંગ પણ સાચો નથી લખ્યો. રસપ્રદ વાત એ છે કે, T20 વર્લ્ડ કપની મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને ઘણા યુઝર્સ આ હારને તે ટ્વિટ સાથે જોડી રહ્યા છે.
પાકિસ્તાન માટે મુશ્કેલી
પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી. ભારતે તેને પ્રથમ મેચમાં હરાવ્યા હતા અને ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે અત્યારે શૂન્ય પોઇન્ટ ધરાવે છે. જ્યારે ભારત 4 પોઇન્ટ અને સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબવે 3-3 પોઇન્ટ ધરાવે છે. તેથી હવે તેને બાકીની બધી મેચો તો જીતવી પડશે જ. આ સાથે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
બાબર આઝમનું સાત વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થયું છે. આમાં બાબરે અંગ્રેજીમાં માત્ર 'વેલકમ ઝિમ્બાબ્વે' લખ્યું છે. બાબરે તેમાં ઝિમ્બાબ્વેનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. જેના કારણે તે જોરદાર ટ્રોલ થઈ રહી છે. કેટલાક યુઝર્સે તેને છેલ્લી મેચમાં પાકિસ્તાનની હાર સાથે જોડી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ઝિમ્બાબ્વેએ છેલ્લી મેચમાં પાકિસ્તાન જેવી મજબૂત ગણાતી ટીમને એક રનથી હરાવી હતી. આ કારણે યુઝર્સને બાબરને ટ્રોલ કરવાનું વધુ એક બહાનું મળી ગયું છે.
" isDesktop="true" id="1275088" >
ઝિમ્બાબ્વેનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો હતો
બાબરનું આ ટ્વીટ મે 2015નું છે. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. બંને ટીમો વચ્ચે મર્યાદિત ઓવરોની ક્રિકેટ સિરીઝ રમાઈ હતી. ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાન પહોંચી ત્યારે બાબર આઝમે તેમનું સ્વાગત કરવા માટે આ ટ્વિટ કર્યું હતું. બાબરે લખ્યું, 'Welcome Zimbaway.' આ ટ્વીટને કારણે બાબરને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.