Home /News /sport /બાબર આઝમ છોડશે કેપ્ટન્સી, વર્લ્ડકપમાં પણ ખરાબ પ્ર્દર્શન, વસીમ અકરમે કર્યો મોટો ખુલાસો

બાબર આઝમ છોડશે કેપ્ટન્સી, વર્લ્ડકપમાં પણ ખરાબ પ્ર્દર્શન, વસીમ અકરમે કર્યો મોટો ખુલાસો

બાબર આઝમ છોડશે કેપ્ટન્સી

BABAR AZAM TO LEAVE CAPTAINCY: T20 વર્લ્ડ કપની 8મી સિઝનમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. હવે તેના પર PSL ટીમની કેપ્ટન્સી છોડવાનું દબાણ હોવાનું સામે આવ્યું છે.

કરાચી: બાબર આઝમ (Babar Azam) T20 વર્લ્ડ કપની 8મી સિઝનમાં અત્યાર સુધી બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તે 5માંથી એકપણ મેચમાં અડધી સદી સુધી રમી શક્યો નથી. જોકે પાક. ટીમ ટૂર્નામેન્ટ (T20 worldcup)ની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. પ્રથમ સેમિફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 નવેમ્બરે સિડનીમાં રમાશે. આ દરમિયાન બાબર વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. તે પાકિસ્તાન સુપર લીગની 8મી સીઝન પહેલા કરાચી કિંગ્સ (Karachi Kings)ની કેપ્ટનશીપ છોડી દેશે. આટલું જ નહીં તેને ટીમથી પણ અલગ કરવામાં આવશે. T20 લીગની 7મી સીઝન બાદ ટીમ ડાયરેક્ટર વસીમ અકરમે તેના વિશે મોટો ખુલાસો કર્યો છે.

બીજી સીઝનથી કરાચી કિંગ્સ સાથે જોડાયેલો હતો

ક્રિકેટ પાકિસ્તાનના સમાચાર મુજબ, બાબર આઝમ હવે ટીમ સાથે રહેવા માંગતા નથી. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. છેલ્લી સિઝનમાં ટીમ તળિયે રહી હતી અને 10માંથી 8 મેચ હારી હતી. તે જાણીતું છે કે બાબર બીજી સીઝનથી કરાચી કિંગ્સ સાથે જોડાયેલો હતો. ટીમે 2020માં ટાઈટલ જીત્યું હતું, જેમાં બાબરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

3 નંબર પર રમવા માટે કહેવામાં આવ્યું હતું

T20 લીગની 7મી સિઝન દરમિયાન વસીમ અકરમ કરાચી કિંગ્સના ડિરેક્ટર હતા. તેણે હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે તેણે બાબર આઝમને ઓપનિંગના બદલે નંબર-3 પર રમવાનું કહ્યું હતું, પરંતુ તે આ માટે સહમત ન હતો. સૌ જાણે છે કે બાબર આઝમનો સ્ટ્રાઈક રેટ વર્તમાન T20 વર્લ્ડ કપમાં ખાસ રહ્યો નથી. તે 5 મેચમાં 8ની એવરેજથી માત્ર 39 રન જ બનાવી શક્યો છે અને 63 બોલનો સામનો કર્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 62 છે. તેમજ તેનો સર્વાધિક મહત્તમ સ્કોર 25 રન રહ્યો છે.

આ પણ વાંચો: દુષ્કર્મના આરોપમાં ધરપકડ બાદ શ્રીલંકન ક્રિકેટરને બોર્ડે કર્યો સસ્પેન્ડ, ઓસ્ટ્રેલીયામાં જામીન પણ ન મળ્યા

બાબર સિવાય પાકિસ્તાનની બેટિંગ અન્ય ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પર વધુ નિર્ભર છે. રિઝવાન અત્યાર સુધી ટી-20 વર્લ્ડ કપમાં અડધી સદી પણ ફટકારી શક્યો નથી. 5 મેચમાં 21ની એવરેજથી 103 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 100 છે. તેમજ તેની શ્રેષ્ઠ સ્કોર 49 રન રહ્યો છે.



હવે નેધરલેન્ડના સહારે સેમિફાઇનલમાં પહોંચીને ન્યુઝીલૅન્ડ જેવી સશક્ત ટીમ સામે પાકિસ્તાન કઈ વ્યૂહરચના સાથે આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
First published:

Tags: Babar Azam Cricket, Captain, Pakistan cricket team