Home /News /sport /ટી-20 વર્લ્ડકપ ફાઇનલ માટે બાબર આઝમે બતાવ્યો પાકિસ્તાનનો 'ગેમ પ્લાન'

ટી-20 વર્લ્ડકપ ફાઇનલ માટે બાબર આઝમે બતાવ્યો પાકિસ્તાનનો 'ગેમ પ્લાન'

બાબર આઝમ (ફાઇલ ફોટો)

T20 Worldcup Final: ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાઇ રહેલ ટી-20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ મેલબોર્નમાં રમાશે. આ ખિતાબી મુકાબલામાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ટીમ આમને-સામને થશે. આ મેચમાં પાકિસ્તાન ટીમ એક મજબૂત ગેમ પ્લાન સાથે ઉતરશે, જેનો ખુલાસો કેપ્ટન બાબર આઝમે કર્યો છે.

વધુ જુઓ ...
    T20 Worldcup Final: ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાઇ રહેલ ટી-20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ મેલબોર્નમાં રમાશે. આ ખિતાબી મુકાબલામાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ટીમ આમને-સામને થશે. આ મેચમાં પાકિસ્તાન ટીમ એક મજબૂત ગેમ પ્લાન સાથે ઉતરશે, જેનો ખુલાસો કેપ્ટન બાબર આઝમે કર્યો છે.

    ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને ફેવરિટ માનવામાં આવી રહી છે પણ પાકિસ્તાન પણ નબળી નથી. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવ્યુ હતુ જ્યારે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોચ્યુ હતુ. હવે ફાઇનલ પહેલા બાબર આઝમે ગેમ પ્લાનનો ખુલાસો કર્યો છે.

    બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ફાઇનલને લઇને નર્વસ નથી પણ ઉત્સાહિત છે. ટીમ તરીકે અમે 3-4 મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. અમને ખુદ પર પુરો વિશ્વાસ છે કે અમે કરીને બતાવીશુ. દબાણ જરૂર હોય છે પરંતુ તેને જેટલુ ઓછુ રાખશુ તેટલુ સારૂ પ્રદર્શન કરી શકીશુ. કેપ્ટન તરીકે ખુદને શાંત રાખવા અને ટીમ પર વિશ્વાસ રાખીશુ, તેટલુ સારૂ હશે.

    ઇંગ્લેન્ડ ટીમ પણ સારી છે, તેમની સામે અમે દ્વિપક્ષીય સીરિઝ રમી હતી, તેમણે સેમિ ફાઇનલમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. મે પહેલા કહ્યુ હતુ કે શરૂઆત (વર્લ્ડકપ)માં સારી નહતી પરંતુ જે રીતે વાપસી કરી છે. સિંહની જેમ રમ્યા છીએ. અમે આ લયને યથાવત રાખીશુ. આ સફર એક અઠવાડિયાથી નહી પણ કેટલાક વર્ષથી ચાલી રહી છે. અમે એક બીજા પર વિશ્વાસ રાખીએ છીએ.

    પાવર પ્લેને લઇને બાબર આઝમે કહ્યુ, બિલકુલ પાવર પ્લેમાં સારો ઉપયોગ કરવો પડશે, પછી તે બેટિંગ હોય કે બોલિંગ. બોલિંગમાં હવે પ્લાન હેઠળ જલ્દી વિકેટ લઇને દબાણ નાખવા માંગીશુ.

    બાબરને કુદરતના નિઝામ પર વિશ્વાસ

    કુદરતના નિઝામ પર બાબર આઝમે કહ્યુ, સર, અમારો આ જ વિશ્વાસ છે. અલ્લાહ અમને તક આપે છે અને અમારા હાથમાં એફર્ટ છે. અમે એફર્ટ કરીએ છીએ, અમે પ્રયાસ કરીએ છીએ કે અમે પોતાનું બેસ્ટ આપીએ. અલ્લાહે અમને તક આપી, જેને અમે સારી રીતે ઝડપી લીધી, વિશ્વાસ તો દરેક વખતે હોય છે કેટલીક વખત વધારે હોય છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन