ICC T20I Ranking: બાબર આઝમનો વનડે બાદ હવે ટી20 રેન્કમાં દબદબો, ફિન્ચને પાછળ છોડ્યો

ICC T20I Ranking: બાબર આઝમનો વનડે બાદ હવે ટી20 રેન્કમાં દબદબો, ફિન્ચને પાછળ છોડ્યો

  • Share this:
    નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના 26 વર્ષીય કેપ્ટન બાબર આઝમ (Babr Azam)નું બેટ અત્યારે જોરદાર કમાલ કરી રહ્યો છે. અને મેદાન પર રનોનો વરસાદ કરી રહ્યો છે. આઈસીસી ટી.20 રેન્કીંગમાં તેણે ઓસ્ટ્રેલીયાના કેપ્ટન એરોન ફીન્ચને પાછળ છોડીને બીજા નંબર પર પહોંચી ગયો છે. તાજેતરમાં જ આઝમે દક્ષિણ આફ્રિકા સામે ચાર ટી -20 મેચની શ્રેણીમાં એક સદી અને અડધી સદીની મદદથી 210 રન બનાવ્યા હતા. આઝમ વનડેમાં પ્રથમ ક્રમે, ટી -20 માં બીજો અને ટેસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. આ સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં બીજા, ટી 20 માં 5 અને ટેસ્ટમાં પાંચમા ક્રમે છે.

    અત્યારે, પ્રથમ નંબર પર રહેલ ઇંગ્લેંડનો ડેવિડ મલાન પાસે 892 પોઇન્ટ છે, જ્યારે બીજો ક્રમ મેળવનાર બાબરના 844 પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચના 830 પોઇન્ટ છે જ્યારે ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેવોન કોનવેના 774 પોઇન્ટ છે. ભારતીય કેપ્ટન 762 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામે 3 ટી -20 શ્રેણી રમવા માટે વ્યસ્ત છે. પ્રથમ ટી -20 મેચમાં બાબર માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. જો બાબર આગામી બે મેચોમાં સારી ઇનિંગ્સ રમશે, તો તેની પાસે મલનને ટોચ પરથી દૂર કરવાની તક મળશે.



    ટી -20 માં બોલરોની યાદીમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​તબરેઝ શમ્સી સતત આગળ છે. તેની પાસે 732 રેટિંગ પોઇન્ટ છે. અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાન 719 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના એશ્ટન એગર ત્રીજા, ઇંગ્લેન્ડના આદિલ રાશિદ ચોથા અને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન પાંચમાં સ્થાને છે. પ્રથમ પાંચ સ્થળો સ્પિનરો દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ટી -20 રેન્કિંગમાં ચોથા નંબર પર પાકિસ્તાન છે. ઈંગ્લેન્ડ પ્રથમ, ટીમ ઈન્ડિયા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.
    Published by:kuldipsinh barot
    First published:April 22, 2021, 18:46 pm