Home /News /sport /બાબર આઝમ સ્વાર્થી કેપ્ટન છે! વસીમ અકરમ અને અખ્તર બાદ સિનિયર ભારતીય ખેલાડીએ કરી નિંદા

બાબર આઝમ સ્વાર્થી કેપ્ટન છે! વસીમ અકરમ અને અખ્તર બાદ સિનિયર ભારતીય ખેલાડીએ કરી નિંદા

ભારતીય ખેલાડીએ બાબર આઝમને સ્વાર્થી કેપ્ટન કહ્યો

T20 Worldcup માં બાબર આઝમનું ફોર્મ કંગાળ રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ તેની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે ભારતના પણ એક પૂર્વ ખેલાડીએ તેને સ્વાર્થી કેપ્ટન ગણાવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)ના હોનહાર બેટ્સમેન અને કેપ્ટન બાબર આઝમ (Babar Azam) નું બેટિંગ ફોર્મ અત્યારે તેમનો સાથ નથી આપી રહ્યું. એશિયા કપમાં ફ્લોપ થયા બાદ ટી-20 વર્લ્ડકપમાં પણ તેનું બેટિંગ સતત કથળી રહ્યું છે. એટલું જ નહીં, મેદાનમાં તેની કેપ્ટન્સીનો સિક્કો પણ કંઈ ખાસ ચાલી રહ્યો નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનની સાથે અન્ય દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ તેમની ટીકા કરી રહ્યા છે.

બાબરનું બેટિંગ ફોર્મ નબળું

પાકિસ્તાનને શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેની ત્રીજી મેચમાં તેણે નેધરલેન્ડ સામે જીત મેળવી હતી. આ જીતમાં પણ બાબરનું બેટિંગ ફોર્મ નબળું રહ્યું હતું અને પાંચ બોલમાં ચાર રન જ બનાવી શક્યો હતો. પરંતુ રિઝવાનની શાનદાર ઇનિંગ્સના કારણે પાક. ટીમ જીતવામાં સફળ રહી હતી.

મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે (Gautam Gambhir) બાબરની ટીકા કરી હતી અને તેને સ્વાર્થી કેપ્ટન કહ્યો હતો. તેમણે કહ્યું, "મારા મતે, તમે તમારા કરતા પહેલાં ટીમ વિશે વિચારો. જો તમારી વ્યૂહરચના મુજબ કંઈ જ ન થઈ રહ્યું હોય, તો તમારે તમારા પહેલા ફખર ઝમાન (Fakhar Zaman) ને બેટિંગ પર મોકલવો જોઈતો હતો."

તમે કેપ્ટન હોવ ત્યારે સ્વાર્થી બનવું સરળ

ગૌતમ ગંભીરે કહ્યું, "તે સ્વાર્થ કહેવાશે. જ્યારે તમે કેપ્ટન હોવ ત્યારે સ્વાર્થી બનવું સરળ છે. બાબર અને રિઝવાન (Muhammad Rizwan) માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે ઘણા રેકોર્ડ બનાવવું સરળ છે. જો તમારે લીડર બનવું હોય, તો તમારે તમારી જાત પહેલા તમારી ટીમની સુધારણા વિશે વિચારવું જોઈએ."

આ પણ વાંચો: T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

તમને જણાવી દઈએ કે, હાલ ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીર બાબરની ટીકા કરનાર પ્રથમ વ્યક્તિ નથી. ગૌતમ ગંભીર પહેલાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ (Wasim Akram) અને શોએબ અખ્તર (Shoaib Akhtar) પણ તેના પ્રદર્શન અને કેપ્ટનશિપથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની સલાહ આપી હતી. પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ (Babar Azam) ના પરફોર્મન્સથી ઘણા બધા પાકિસ્તાની પ્રંશસકો પણ નારાજ છે. જ્યાં સુધી બાબરની વાત છે, તેણે ઘણી વખત મેચ વિનિંગ પ્રદર્શન કર્યું છે. તેણે જે સાતત્યતાથી રન બનાવ્યા છે તે બહુ ઓછા પાકિસ્તાની બેટ્સમેન પાસે છે. તે કદાચ અપેક્ષાઓ પર ન ખરો ન ઉતરી શક્યો હોય, જેના કારણે તેને કેટલીક આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
First published:

Tags: Babar Azam Cricket

विज्ञापन