બાબર આઝમને ICCના મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
બાબર આઝમ (babar azam)ને ICCના મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ (ICC's Men's Player of the Month) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે જ મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાની ઓપનર રશેલ હેન્સે જીત મેળવી હતી. પાકિસ્તાનના સુકાની બાબરે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બાબર આઝમ (babar azam)ને ICCના મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ (ICC's Men's Player of the Month) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે જ મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાની ઓપનર રશેલ હેન્સે જીત મેળવી હતી. પાકિસ્તાનના સુકાની બાબરે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં રેકોર્ડ 196 રન સહિત ટેસ્ટ શ્રેણીમાં કુલ 390 રન બનાવ્યા હતા. આઝમે વન-ડે શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બાબરે આ રેસમાં ઓસ્ટ્રેલિયાના ક્રેગ બ્રેથવેટ અને પેટ કમિન્સને પાછળ છોડી દીધા છે. બાબર આઝમે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની 2 વન-ડેમાં 57 અને 114 રન બનાવીને ટીમની બેટિંગને મજબૂત બનાવી હતી. બીજી વન-ડેમાં તેની સદીની મદદથી પાકિસ્તાને 349 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. તેણે એપ્રિલ 2021માં પણ આ ખિતાબ જીત્યો છે.
વોટિંગ એકેડમીના સભ્ય અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ડેરેન ગંગાએ કહ્યું કે બાબર આઝમની કેપ્ટન તરીકે અપેક્ષાઓ અને ઓસ્ટ્રેલિયાની યજમાની વખતે બેટથી સફળતા એ પાકિસ્તાન માટે મોટી સિદ્ધિ છે. ઓસ્ટ્રેલિયાએ 24 વર્ષના લાંબા સમય બાદ પાકિસ્તાન (pakistan)ની મુલાકાત લીધી હતી.
બીજી તરફ જો હેન્સની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલા મહિલા વર્લ્ડ કપમાં હેન્સે ઓસ્ટ્રેલિયાને 7મી વખત ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે વર્લ્ડ કપમાં 8 મેચમાં 61.28ની એવરેજથી 429 રન બનાવ્યા હતા. પોતાના દમ પર ઓસ્ટ્રેલિયન ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી અને ટાઈટલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવી હતી. હેન્સે ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને દક્ષિણ આફ્રિકાની લોરા વોલ્વાર્ટને હરાવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર