Afghanistan Crisis: તાલિબાને આપ્યું ક્રિકેટને સહયોગ આપવાનું વચન, આ વ્યક્તિને બનાવ્યો બોર્ડનો અધ્યક્ષ

તસવીર- ACB Twitter

Afghanistan Crisis: અફઘાનિસ્તાન (Afghanistan) માં ભલે તાલિબાન (Taliban Regime in Afghanistan) નું શાસન રહ્યું છે. પરંતુ તે દેશના ક્રિકેટ અને તેને ચલાવનાર બોર્ડને અસર કરશે નહીં. રવિવારે તાલિબાનના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યો અને બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી અઝીઝુલ્લાહ ફઝલી(Azizullah Fazli)ને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ(Afghanistan Cricket Board)નો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં ભલે તાલિબાન (Taliban Regime in Afghanistan) નું શાસન રહ્યું છે. પરંતુ તે દેશના ક્રિકેટ અને તેને ચલાવનાર બોર્ડને અસર કરશે નહીં. રવિવારે તાલિબાન(Taliban)ના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યો અને બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી અઝીઝુલ્લાહ ફઝલી(Azizullah Fazli)ને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ(Afghanistan Cricket Board)નો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો.
    તે અગાઉ બોર્ડના ચેરમેન રહી ચૂક્યો છે. અઝીઝુલ્લાહના હાથમાં હવે અફઘાનિસ્તાન ક્રિકેટની લગામ હશે અને તે ટૂંક સમયમાં ભવિષ્યની ટૂર્નામેન્ટ અને શ્રેણી અંગે નિર્ણય લેશે.

    તાલિબાને આ બેઠકમાં ફરી વચન આપ્યું હતું કે તેઓ ક્રિકેટને ટેકો આપતા રહેશે. તાલિબાનનું કહેવું છે કે અફઘાનિસ્તાને છેલ્લે જ્યારે દેશની સત્તા સંભાળી ત્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, આ વખતે પણ આ રમતનો સપોર્ટ સંસ્થા તરફથી ચાલુ રહેશે.

    તાલિબાનની રાજકીય કાર્યાલયના સભ્ય અનસ હક્કાની અને ક્રિકેટ ખેલાડીઓ સાથે વાતચીત કરનારી ટીમે બેઠકમાં આ વચનનું પુનરાવર્તન કર્યું. આ બેઠકમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (Hashmatullah Shahidi), પૂર્વ મુખ્ય પસંદગીકાર અસદુલ્લાહ અને નૂર અલી ઝદરા(Noor Ali Zadran)ને ભાગ લીધો હતો.

    આ પણ વાંચો: Raksha Bandhan પર દેખાયો ભારતથી ઈંગ્લેન્ડ સુધી ભાઈ બહેનનો પ્રેમ, આ રીતે ક્રિકેટરો કરી ઉજવણ

    બેઠક દરમિયાન ખેલાડીઓએ અનસ હક્કાની અને તેમના પ્રતિનિધિમંડળનો આભાર માન્યો અને તાલિબાન તરફથી સમર્થનની આશા રાખી. અગાઉ, તાલિબાનની રાજકીય ટીમના સોહેલ શાહીને પણ ક્રિકેટરો સાથે મુલાકાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે તાલિબાન હંમેશા તેમની સાથે ઉભા રહેશે. પછી તેણે કહ્યું કે, હું પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મેચ જોવા માટે રાહ જોઈ રહ્યો છું. 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે 3 વનડે રમાવાની છે.
    Published by:kuldipsinh barot
    First published: