Home /News /sport /Asia Cup: એશિયા કપમાં આ ખેલાડીને નહોતી મળી ટીમમાં જગ્યા, હવે ઝીમ્બાબ્વેની ટીમ પર પડ્યો ભારે

Asia Cup: એશિયા કપમાં આ ખેલાડીને નહોતી મળી ટીમમાં જગ્યા, હવે ઝીમ્બાબ્વેની ટીમ પર પડ્યો ભારે

અક્ષર પટેલ ફાઈલ તસવીર

Axar Patel in asia cup: સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલિંગ સામે માત્ર 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    ભારતીય ટીમ (Team India) હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. આ પ્રવાસ પર ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ (One Day Series) રમશે. સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલિંગ સામે માત્ર 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો ટીમ ઇન્ડિયાને 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેણે 30.5 ઓવરમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો.

    ઝીમ્બાબ્વે પર ભારે પડ્યો અક્ષર પટેલ


    પાંચ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચ આજે 18 ઓગસ્ટના રોજ રમાઇ રહી છે. મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને સસ્તામાં સમેટી લીધી હતી. ભારતીય ટીમે પાંચ બોલરોનો ઉપયોગ કર્યો હતો. જેમાં અક્ષર પટેલ (Axar Patel)નું પર્ફોમન્સ સૌથી સારુ રહ્યું હતું.

    એશિયા કપ 2022માં નહોતી મળી જગ્યા


    વર્ષ 2018 બાદ એશિયા કપ 2022 બાદ ટી-20 ફોર્મેટમાં પરત ફરી રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે ટીમ ઈન્ડિયા માટે ફરી એક વખત કપ જીતવો ખુબ જ જરુરી છે. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવી રહી હતી કે, અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવશે કારણ કે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રવાસમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું.

    વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે બે મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે પણ તેની ઈકોનોમિક ટીમની જીત ઘણી મદદગાર સાબિત થઈ હતી. ઓલરાઉન્ડર તરીકે અક્ષર પણ નીચેની તરફથી ઝડપી બેટીંગ કરવાની ક્ષમતા ધરાવે છે. અ7ર પટેલે વેસ્ટ ઈન્ડિઝ સામે 35 બોલમાં 64* રનની શાનદાર ઈનિંગ રમી હતી અને ટીમને જીતાડી હતી.

    આ પણ વાંચોઃ-વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ કથળી, પેન્શનથી ચલાવી રહ્યા છે ઘર, કહ્યું- સચિન તેંડુલકર બધું જાણે છે


    ઘણા દિગ્ગજ ખેલાડીઓના મતે અક્ષર ટીમમાં ફિટ બેસતો હતો, પરંતુ અશ્વિનને તક આપવાના કારણે પટેલને 15 સભ્યોની ટીમમાં સ્થાન ન આપીને સંરક્ષિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ અક્ષર પટેલને વર્લ્ડ કપમાં સ્થાન મળવાની આશા હતી. પરંતુ શાર્દુલ ઠાકુરની પસંદગી કરી તેને સામેલ કરાયો નહોતો.

    આ પણ વાંચોઃ-Sachin Tendulkar એ પુણેમાં પીવાયસી જીમખાનાની મુલાકાત દરમિયાન જૂની યાદો વાગોળી, જુઓ Video


    અક્ષર પટેલનાં રેકોર્ડ પર એક નજર


    અક્ષર પટેલની કારકિર્દીની વાત કરીએ તો તે ભારતીય ટીમ તરફથી ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. અક્સર 6 ટેસ્ટ, 42 વન-ડે અને 25 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે 42 વન-ડેમાં 50 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે તાજેતરમાં જ ઝડપી અડધી સદી ફટકારીને ટીમને જીતાડી હતી. 25 ટી-20 મેચમાં તેણે 21 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય અક્ષરે 6 ટેસ્ટમાં 39 વિકેટ ઝડપી છે. જેમાં 5 વખત 5 વિકેટના હોલ પણ તેના નામે નોંધાયેલા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news, અક્ષર પટેલ

    विज्ञापन
    विज्ञापन