Home /News /sport /AXAR PATEL WEDDING ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન, તું માન મેરી જાન ગીત પર પત્નીને ઊંચકીને કર્યો ડાન્સ
AXAR PATEL WEDDING ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન, તું માન મેરી જાન ગીત પર પત્નીને ઊંચકીને કર્યો ડાન્સ
axar patel meha patel wedding video
AXAR PATEL અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હાલમાં વાયરલ એવા સોંગ ''તું માન મેરી જાન, મે તુજે જાને ના દૂંગા'' એ ગીત પર ડાન્સ કરતાં નજરે ચડે છે.
AXAR PATEL WEDDING: ભારતીય ટીમના ક્રિકેટર અક્ષર પટેલે આજે મેહા પટેલ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. બંને પરિવારના લોકો ખુશ છે. સંબંધીઓ નાચી રહ્યા છે. શાનદાર જશ્નનો માહોલ છે. ઉજવણીઓ થઈ રહી છે. જેના વિડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.
અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હાલમાં વાયરલ એવા સોંગ ''તું માન મેરી જાન, મે તુજે જાને ના દૂંગા'' એ ગીત પર ડાન્સ કરતાં નજરે ચડે છે. અક્ષર પટેલે લગ્નને લઈને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. ત્યાર પછીથી બંને અનેક વખત રજાઓ સાથે માણતા દેખાયા છે.
अक्षर पटेल और उनकी पत्नी मेहा का संगीत सेरेमनी में खूबसूरत डांस परफॉरमेंस
અક્ષર પટેલે અગાઉ પોતાના બર્થ ડે પર 2022ની 20મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી.
" isDesktop="true" id="1327390" >
અક્ષર પટેલનું તાજેતરનું પર્ફોર્મન્સ જોતાં લાગે છે કે હવે તે ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો બની ગયો છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જગ્યા બનાવનાર અક્ષર પણ એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે ટીમમાં પોતાની ઓળખ સ્થાપિત કરશે એવી કોઈને આશા ન હતી. શ્રીલંકા સામે તેના શાનદાર પ્રદર્શનના આધારે તે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં સફળ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર