Home /News /sport /Tokyo Paralympics: અવનિ લેખરાએ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિક ખેલમાં બનાવ્યો રેકોર્ડ

Tokyo Paralympics: અવનિ લેખરાએ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિક ખેલમાં બનાવ્યો રેકોર્ડ

PHOTO- @ddsportschannel

Tokyo Paralympics: ભારતની અવનિ લેખરા (Avani Lekhara)એ ટોક્યો પેરાલિમ્પિક ખેલમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. અવનિ ઓલ્મિપિક અને પેરાલિમ્પિક ખેલમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા છે.

નવી દિલ્હી: ભારતીય નિશાનેબાજ અવનિ લેખરા (Avani Lekhara)એ ટોક્યો પેરાલિમ્પિક રમત (Tokyo Paralympics)માં ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. અવનિએ મહિલાઓને 10 મીટર એર રાઇફલનાં ક્લાસ એસએચ1 ફાઇનલમાં 249.6 પોઇન્ટ બનાવી વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન હાંસેલ કર્યું છે. તેણે ચીનની ઝાંગ કુઇપિંગ (248.9 પોઇન્ટ)ને પાછળ પાડી. અને યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5) પોઇન્ટ બનાવી કાંસ્ય પદક જીત્યું છે. ભારતનાં પેરાલિમ્પિક ખેલમાં નિશાનેબાજી સ્પર્ધામાં આ પહેલો પદક છે. ટોક્યો પેરાલિમ્પિક (Paralympics 2020)માં આ દેશનો પહેલો સુવર્ણ પદક છે.

આ પણ વાંચો-Tokyo Paralympics: વિનોદ કુમારએ ડિસ્કથ્રોમાં બ્રોન્જ જીત્યો, ભારતે લગાવી મેડલની હેટ્રિક

અવનિએ આ ઇવેન્ટનાં ક્વોલીફિકેશન રાઉન્ડમાં 21 નિશાનેબાજોની વચ્ચે સાતમાં સ્થાન પર રહી ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 સીરીઝનાં છ શોટ્સ બાદ 621.7નો સ્કોર બનાવ્યો હતો. જે શીર્ષ આઠ નિશાનેબાજોમાં જગ્યા બનાવવાં માટે પર્યાપ્ત હતો. આ ભારતીય નિશાનેબાજે શરૂથી અંત સુધી નિરંતરતા બનાવી રાખી અને સતત 10થી વધુ સ્કોર બનાવ્યો હતો

આ પણ વાંચો: Tokyo Paralympics: નિષાદ કુમારે ટોક્યો પેરાઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર, ભારતનો બીજો મેડલ

પેરાલિમ્પિક ખેલમાં પદક જીતનારી ત્રીજી ભારતીય મહિલા- અવનિ લેખરા પેરાલિમ્પિકમાં ભારત તરફથી પદક જીતનારી ત્રીજી મહિલા છે. ભાવિના પટેલ પેરાલિમ્પિક રમતમાં ઇતિહાસમાં ભારત તરફથી પદક જીતનારી બીજી મહિલા છે. જ્યારે દીપા મલિક પેરાલિમ્પિક રમતમાં પદક જીતનારી પેહલી ભારતીય મહિલા છે. તેણે રિયો પેરાલિમ્પિક 2016માં ગોળા ફેંકમાં 4.61 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કરી સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે.

આ પણ વાંચો-Tokyo Paralympics: ભાવિના પટેલને PM મોદીએ શુભેચ્છા પાઠવી, કહ્યુ- ‘તેમની જીવન સફર પ્રેરણાત્મક’

પેરાલિમ્પિક ખેલમાં ગોલ્ડ જીતનારી ચોથી ભારતીય ખેલાડી- અવનિ લેખરા પેરાલિમ્પિક રમતમાં ગોલ્ડ જીતનારી ચોથી ભારતીય ખેલાડી છે. પેરાલિમ્પિક રમતમાં ભારતને પહેલો ગોલ્ડ મુરલીકાંત પેટકરે 1972માં અપાવ્યો હતો. પેટકરે પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં 37.33 સેકેન્ડનો સમય લઇ વિશ્વ રેકોર્ડ બનાવી દીધો હતો. અને ગોલ્ડ જીત્યો હતો. આ ભારતનો પેરાલિમ્પિક રમતમાં પહેલો ગોલ્ડ હતો. આ બાદ દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ પેરાલિમ્પિક 2004માં રિયો પેરાલિમ્પિક 2016માં જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. તો રિયો એલમાં મરિયપ્પન થંગાવેલુએ રિયો રમતમાં ઉંચી કૂદ સ્પર્ધામાં 1.89 મીટરની છલાંગ લગાવી સુવર્ણ પદક જીત્યો હતો. અને હવે અવનિ લેખરાએ ટોક્યો 2020ની પેરાલિમ્પિકમાં એર રાઇફલમાં ગોલ્ડ જીત્યો છે.

આ પણ વાંચો, ગુજ્જુ ગર્લ ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા વતન મહેસાણામાં રંગેચંગે ઉજવણી, પિતાએ કહ્યું, 'અમને ગર્વ છે'

ઓલિમ્પિક-પેરાલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનારી છઠ્ઠી ભારતીય- અવનિ લેખરા ઓલિમ્પિક-પેરાલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનારી છઠ્ઠી ભારતીય છે. તેની પહેલા પેરાલિમ્પિક ગેમમાં મુરલીકાંત પેટકર, દેવેન્દ્ર ઝાઝરિયા અને મરિયપ્પન થંગાવેલુ ગોલ્ડ જીતી ચુક્યાં છે. તો ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ 2008માં ગોલ્ડ જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ પોતાનાં નામે કર્યો છે.
First published:

Tags: Avani Lekhara, Tokyo 2020, Tokyo Paralympics