રિક્ષા ચાલકના ત્રણ બાળકોને કોહલી અને રોહિત શર્માના કોચ આપી રહ્યા છે ટ્રેનિંગ

News18 Gujarati
Updated: July 18, 2018, 10:34 AM IST
રિક્ષા ચાલકના ત્રણ બાળકોને કોહલી અને રોહિત શર્માના કોચ આપી રહ્યા છે ટ્રેનિંગ
શરીફ પોતાના બે પુત્રો સાથે

જો તમે બેંગલુરુના શરીફ નામના ડ્રાઇવરની રિક્ષામાં બેસશો તો તમને એક પોસ્ટર દેખાશે.

  • Share this:
શરત શર્મા કાલગુરુ

જો તમે બેંગલુરુના શરીફ નામના ડ્રાઇવરની રિક્ષામાં બેસશો તો તમને એક પોસ્ટર દેખાશે. પોસ્ટરમાં શરીફના બાળકો તરફથી લખવામાં આવ્યું છે કે, ‘અમારા પિતા રિક્ષા ચાલક છે, અમે સ્ટુડન્ટ છીએ અને અમે 38 ગોલ્ડ મેડલ જીત્યા છે. કૃપા કરીને અમને સ્પોન્સર કરો.’ શરીફ છેલ્લા 26 વર્ષોથી શહેરમાં ઓટો રિક્ષા ચાલક ચલાવી સખત મહેનત કરી રહ્યા છે. જેનાથી બાળકોના સપાનાસાકાર થઇ શકે, બાળકોના કોચિંગની ફી આપવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે.

ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં શરીફે કહ્યું કે મારા બાળકો ટેલેન્ટેડ છે. હું સતત રિક્ષા ચલાવી રહ્યો છે. આમ છતાં પણ તેમના અભ્યાસ અને કોચિંગ અપાવવા માટે ફી નથી ભરી શકતો. જોકે, શરીફ પણ પોતાના સમયમાં ક્રિકેટર બનવા માંગતો હતો. પરંતુ નિયતી કંઇક અલગ મંજૂર હતું. ઘરની આર્થીક સ્થિતિ સારી નહોવાના કારણે તે કોચિંગ છોડીને ઓટો રિક્ષા ચલાવવા માટે મજબૂર થયો. ગત 26 વર્ષોથી ઓટો રિક્ષા ચલાવીને દર મહિને 20,000 રૂપિયાની કમાણી કરે છે. જોકે, આ રમક બાળકોના સપના પુરા કરવા માટે ખુબ જ ઓછી છે.

શરીફના ત્રણ બાળકોમાં બે પુત્ર અને એક પુત્રી છે. ક્રિકેટની સાથે સાથે ત્રણે અભ્યાસમાં સારા ગુણ લાવે છે. તેમણે રમત સ્પર્ધામાં અનેક મેડલો અને ટ્રોફીઓ મેળવી છે. બાળકોને આગળ વધતા જોઇને શરીફે પોતાના મિત્ર ઇરફાન સેઠ પાસેથી મદદ માંગી હતી. ઇરફાન રાજ્યમાં એક જાણીતા કોચ છે. એટલું જ નહીં વિરાટ કોહલી, રોહિત શર્મા અને માઇકલ ક્લાર્ક પણ તેમની પાસેથી કોચિંગ લઇ ચુક્યા છે. ઇરફાને તેમના બાળકોને પૈસા લીધા વગર કોચિંગ આપી.

શરીફે કહ્યું કે, ઇરફાન કર્ણાટક ક્રિકેટ ઇન્સ્ટીટ્યૂટના માલિક છે. હું તેમના એકેડમીની ફી ભરી શકતો નથી. આમ છતાં પણ તેમણે ફી લીધા વગર જ તેમણે બાળકોને કોચિંગ આપ્યું. શરીફનો મોટા પુત્ર ફૈઝુલ્લા સેન્ટ જોસેફ્સ ઇન્ડિય હાઇ સ્કૂલમાં ભણે છે. અત્યારે તે સ્ટેટ જોનલ ટીમમાં પસંદી પામ્યો છે. તે ફાસ્ટ બોલર છે.

ન્યૂઝ 18 સાથે વાત કરતા ફૈઝુલ્લાએ કહ્યું કે, હું ફાસ્ટ બોલર છું. હું ઉમેશ યાદવ જેવો બનવા માંગુ છું. પોતાના સપાને સાચા કરવા માંગુ છું જેના માટે હું ખુબ મહેનત કરીશ. મોટા ભાઇના માર્ગે ચાલતા 15 વર્ષની નગમા અને 14 વર્ષના રિઝવાન પણ ઇરફાનની એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. નગમાં મીડિયમ પેસર અને રિઝવાન લેગ સ્પીનર છે.નગમાએ ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું કે, હું દોડ, શોટપુટ અને ડિસ્ક્સ થ્રોમાં 15 ગોલ્ડ જીતી ચુકી છું. ક્રિકેટમાં મોટા ભાઇના પ્રદર્શનથી મને પ્રેરણા મળી છે. મારી હીરો ઝુલન ગોસ્વામી છે. હું એમના જેવી બનવા માંગુ છું. શરીફના બાળકોને કોચિંગ આપનાર ઇરફાન કહે છે કે, ફૈઝુલ્લા અને નગમા ગ્રેટ બોલર છે. તેમનું ભવિષ્ય શાનદાર છે. મારાથી જેટલું થશે એટલું કરીશે.
First published: July 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading