માનસિક રુપથી બીમાર થયેલા ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે ક્રિકેટ છોડ્યું

શ્રીલંકા સામે ત્રીજી ટી-20 મેચમાં મેક્સવેલના સ્થાને ડીઆર્સી શોર્ટનો ટીમમાં સમાવેશ કરાયો

News18 Gujarati
Updated: October 31, 2019, 4:26 PM IST
માનસિક રુપથી બીમાર થયેલા ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે ક્રિકેટ છોડ્યું
ગ્લેન મેક્સવેલ
News18 Gujarati
Updated: October 31, 2019, 4:26 PM IST
મેલબોર્ન : શ્રીલંકા સામે ટી-20 શ્રેણી રમી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો લાગ્યો છે. ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)માનસિક રુપે બીમાર થઈ ગયો છે. સાઇક્લૉજિસ્ટ માઇકલ લૉયડે આ વાતની પૃષ્ટી કરતા કહ્યું હતું કે મેક્સવેલને પોતાની માનસિક સ્થિતિને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેક્સવેલે પોતે આ વિશે જણાવ્યું હતું કે તે ક્રિકેટથી થોડો સમય માટે દૂર રહેવા માંગે છે. આ કારણે શ્રીલંકા સામે ત્રીજી ટી-20 મેચમાં મેક્સવેલના સ્થાને ડીઆર્સી શોર્ટનો ટીમમાં સમાવેશ કરાયો છે. શોર્ટ હાલ માર્શ વન ડે કપ મુકાબલામાં ભાગ લઈ રહ્યો છે. તે શુક્રવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે જોડાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(Cricket Australia)ના સાઇક્લૉજિસ્ટ માઇકલ લૉયડે કહ્યું હતું કે મેક્સવેલે પોતાની માનસિક સ્થિતિને જોતા હાલ ક્રિકેટ છોડી દીધું છે. તે થોડાક સમય માટે ક્રિકેટથી દૂર રહીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરશે.આ પણ વાંચો - LIVE મેચમાં ફિક્સિંગ માટે બુકીને આવી રીતે સિગ્નલ આપતો હતો આ ક્રિકેટર

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના (Australia Cricket Team) જનરલ મેનેજર બેન ઓલિવરે કહ્યું હતું કે ખેલાડીઓની સારસંભાળ રાખવી અમારી પ્રાથમિકતાઓમાં સામેલ છે. ખેલાડીઓ અને સ્ટાફની દેખરેખ રાખવી સૌથી ઉપર છે. મેક્સવેલને અમારું પુરુ સમર્થન છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વિક્ટોરિયાના સપોર્ટ સ્ટાફ સાથે મળીને મેક્સવેલના દેખરેખ સાથે જોડાયેલ બધા કામ કરશે. જેથી તે જલ્દી મેદાનમાં પરત ફરી શકે. અમે બધાને અપીલ કરીએ છીએ કે ગ્લેન મેક્સવેલ અને તેના પરિવારને આરામથી રહેવા દે અને તેમની પ્રાઇવેટ લાઇફનું સન્માન કરીએ. મેક્સવેલ હાલ શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકા સામેની પ્રથમ ટી-20માં આક્રમક બૅટિંગ કરતા 28 બૉલમાં આક્રમક 62 રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલ ભારતીય મૂળની વિની રમન સાથે પ્રેમમાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. મેક્સવેલ અને વિની ક્યારે લગ્ન કરશે તે હાલ નક્કી નથી પણ જલ્દી બંને હમસફર બનવાનો નિર્ણય કરી શકે છે.
First published: October 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...