Home /News /sport /ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ક વોની નજરમાં, પાંચ T20I ખેલાડીઓ વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે, બુમરાહ ટોચ પર

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ક વોની નજરમાં, પાંચ T20I ખેલાડીઓ વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે, બુમરાહ ટોચ પર

જસપ્રિત બુમરાહ

T20 World Cup 2022: ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી માર્ક વોએ T20 વર્લ્ડ કપ માટે ટોચના પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં ત્રણ બોલર, એક બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર રાખવામાં આવ્યા છે.

    નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર માર્ક વોએ T20 વર્લ્ડ કપ માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જે તેની નજરમાં વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે. આ યાદીમાં જસપ્રીત બુમરાહને માર્ક વોએ ટોપ પર સ્થાન આપ્યું છે. આ સાથે તેણે પાકિસ્તાની ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી, ગ્લેન મેક્સવેલ, રાશિદ ખાન અને જોસ બટલરને પણ સ્થાન આપ્યું છે.

    માર્ક વો દ્વારા પસંદ કરાયેલા ટોપ-5 ખેલાડીઓમાંથી 3 બોલર, એક ઓલરાઉન્ડર અને એક બેટ્સમેનની પસંદગી કરવામાં આવી છે. માર્ક વો આ ખેલાડીઓને પોતાની વર્લ્ડ ઈલેવનમાં રાખશે. માર્ક વોની યાદીમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. માર્કના મતે ભારતનો ઝડપી બોલર બુમરાહ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમને આગળ લઈ જશે.

    માર્કસની યાદીમાં બુમરાહ ટોચ પર
    દિગ્ગજ માર્ક વોની ટી20 ખેલાડીઓની આ યાદીમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. તેણે બુમરાહની જોરદાર પ્રશંસા કરી અને કહ્યું, "મને લાગે છે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં એક મહાન બોલર છે." તેણે વધુમાં કહ્યું કે, બુમરાહની ટી-20 ક્રિકેટમાં વિકેટ લેવાની ક્ષમતા અદ્ભુત છે. તે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી શકે છે અને હંમેશા વિકેટ મેળવવા માટે સક્ષમ છે.

    શાહીન શાહ આફ્રિદી પણ આ યાદીમાં
    2021માં સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. માર્ક વોને આશા છે કે, આ ડાબોડી ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયામાં એ જ કારનામું કરશે જે તેણે ગયા વર્ષે કર્યું હતું. તેણે કહ્યું, "અમે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને પસંદ કરીશું, જે એક જબરદસ્ત ડાબોડી ફાસ્ટ બોલર છે.”

    આ યાદીમાં રાશિદ ખાનને સ્થાન મળ્યું
    અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાન વિશે માર્ક વોએ કહ્યું કે, તે તેની સાતત્યતા માટે જાણીતો છે. “તે તમામ સ્પર્ધાઓમાં રમે છે. તે એક એવો ખેલાડી છે જે ચાર ઓવર નાખે છે અને બે કે ત્રણ વિકેટ મેળવે છે અને લગભગ 20 રનનો ખર્ચ કરે છે. તે બેટિંગ પણ કરી શકે છે. તેની પાસે બોલને બાઉન્ડ્રી પાર કરવાની ક્ષમતા પણ છે.


    જોસ બટલર T20માં નંબર વન બેટ્સમેન
    માર્ક વોએ જોસ બટલરને પણ આ યાદીમાં સ્થાન આપ્યું છે. આ વર્ષે ટી20 ક્રિકેટમાં બટલરનું ફોર્મ ઘણું સારું રહ્યું છે. તેણે IPL 2022માં રનનો વરસાદ કર્યો હતો. માર્ક વોએ બટલરને T20 ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન કહ્યો હતો. વોને કહ્યું, 'મને લાગે છે કે, તે T20 ફોર્મેટમાં વિશ્વ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે. તે બોલનો ક્લીન સ્ટ્રાઈકર છે. અમે તેને તમામ ટૂર્નામેન્ટમાં જોયો છે, તે અન્ય ખેલાડીઓ કરતા અલગ સ્તર દર્શાવે છે.

    ઓસ્ટ્રેલિયાના મેક્સવેલને ગેમ જીતાનાર ગણાવ્યો
    માર્ક વોએ પોતાના દેશના ઓલરાઉન્ડર મેક્સવેલને આ યાદીમાં રાખ્યો છે. મેક્સવેલ વિશે તેણે કહ્યું, 'ગ્લેન મેક્સવેલ એવો ખેલાડી છે જે તમને બેટથી મેચ જીતી શકે છે. બોલને લઈને તેને કદાચ ઓછો આંકવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે જો તે 30 બોલ રમશે તો તે મેચ જીતી શકશે. મને લાગે છે કે ગ્લેન મેક્સવેલમાં સાતત્યનો અભાવ હોઈ શકે છે પરંતુ તે એક્સ-ફેક્ટર છે જે કોઈપણ દિવસે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Indian cricket news, Jasprit bumrah, Sports news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन