Brett Lee ગુજરાતની મુલાકાતે, જન્મ સાથે બાળકોનો હિયરિંગ ટેસ્ટ ફરજિયાત કરવા સરકારને અપીલ

News18 Gujarati
Updated: September 4, 2019, 3:56 PM IST
Brett Lee ગુજરાતની મુલાકાતે, જન્મ સાથે બાળકોનો હિયરિંગ ટેસ્ટ ફરજિયાત કરવા સરકારને અપીલ
ઑસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બૉલર બ્રેટ લીની ફાઇલ તસવીર

કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ્ની જાગૃતિ પ્રસરાવવા માટે ઑસ્ટ્રેલિયાના (Australia) પૂર્વ ઝડપી બૉલર (Fast Bowler) ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાંક વિકમો તોડનાર વિશ્વના મહાન ફાસ્ટ બૉલરોમાંનાં એક અને ઑસ્ટ્રેલિયા (Australia)નાં ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેટ લી (Brett Lee) આજે ગુજરાતની મુલાકાતે છે. સાંભળવાની સમસ્યાથી પીડિત લોકોનાં પડકારો વિશે જાગૃતિ લાવવા તેઓેએ આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.  2 દિવસની ગુજરાત (Gujarat) મુલાકાતે આવેલ બ્રેટ લી આવતીકાલે અમદાવાદ બી.જે. મેડિકલ કૉલેજની મુલાકાત લેશે. બ્રેટ લીએ બ્રેટ લીએ કેરળ (keral)ની માફક ગુજરાતમાં પણ હિયરિંગ ટેસ્ટ (Hearing Test) ફરજિયાત કરવા માટે ગુજરાત સરકાર (Government Of Gujarat)ને અપીલ કરી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આ ખેલાડીએ પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, ઠાલવ્યો રોષ

દુનિયામાં આ સમસ્યાથી 466 મિલિયન લોકો પીડિત છે. બ્રેટ લીને સૌપ્રથમ વર્ષ 2015માં ગ્લોબલ હીયરિંગ ઍમ્બૅસેડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતમાં અનેક શહેરોની મુલાકાત લીધી છે. પોતાની મુલાકાતમાં તેઓ છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર, પૂણે, ચંદીગઢ, કોચી, મૈસૂર, ત્રિવેન્દ્રમ, કોઝિકોડ, ગૌહાટી, અમૃતસર અને જયપુર જેવા શહેરોમાં કૉક્લિયર ઇમ્પાલન્ટ કરાવનાર સેંકડો લોકોને મળ્યાં છે.

આ પણ વાંચો :  વિરાટ કોહલીનો તાજ છીનવાયો, સ્ટિવ સ્મિથ નંબર-1 બેટ્સમેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે ત્યારે વડાપ્રધાન મોદી વિશે આપ શું માનો છો- આપ તેઓને કદી મળ્યા છો ખરા? વગેરે જેવા સવાલના જવાબમાં ઉત્સાહી થઇને તેઓએ જણાવ્યુ હતુકે તેમને મોકો મળશે તો તેઓ જરુર પ્રાઇમ મિનિસ્ટર મોદીને મળવાનો લાભ લેવા માંગશે. મોદી સાથે અંબાણી બંધુઓનો ઉલ્લેખ પણ કરતા બ્રેટ લી એ જણાવ્યુ હતું કે  'અંબાણીઝ આર વન્ડરફૂલ પીપલ'

 
Loading...

 
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...