Shane Warne Dies: ક્રિકેટ જગત માટે ઓસ્ટ્રેલિયાથી (Australia) આઘાતજનક સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું (Shane Warne Dies) 52 વર્ષની વયે મોત થયું છે. વોર્નનું મોત થયાના સમાચાર આવતા ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોંને આઘાત લાગ્યો છે. વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ, થાઇલેન્ડમાં મૃત્યુ પામ્યો. આ નિવેદનમાં જણાવ્યા મુજબ શેન વોર્ન એક પ્રાઇવેટ વિલામાં રોકાયો હતો. જ્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબોએ તેનું સ્વાસ્થ્ય ચકાસ્યું પરંતુ તેનામાંથી જીવ જતો રહ્યો હતો. આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રોડ માર્શ (Rod Marsh)નું અવસાન થયું હતું એ જ દિવસે શેન વોર્નનું અવસાન થતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે બેવડો ફટકો પડ્યો છે.
52 વર્ષના શેનવોર્નનું મૃત્યુ પ્રાથમિક રીતે હ્યદય રોગના હુમલાથી થયું હોવાનું સામે આવી રહ્યુ છે. વિશ્વમાં પોતાના લેગ સ્પીનથી નામના બનાવનારો શેનવોર્ન ખૂબ જ લોકપ્રિયતા ધરાવતો હતો. શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની પહેલી ટીમનો કેરપ્ટન હતો અને આઈપીએલમાં પહેલીજવારમાં ટીમને ટાઇટલ જીતા઼ડી ચુક્યો હતો.
અંતિમ ટ્વીટ
શેન વોર્ને સ્થાનિક સમય પ્રમાણે સવારે 7.32 કપલાકે ટ્વીટર પર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડ માર્શનું મોત થયું હતું. રોડ માર્શનું મૃત્યુ થતા શેનવોર્નને તેમને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. જોકે, સાંજ સુધીમાં તેનના જ અવાસનના સમાચાર આવતા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માટે એક જ દિવસમાં બેવડો ફટકો પડ્યો છે.
Sad to hear the news that Rod Marsh has passed. He was a legend of our great game & an inspiration to so many young boys & girls. Rod cared deeply about cricket & gave so much-especially to Australia & England players. Sending lots & lots of love to Ros & the family. RIP mate❤️
શેન વોર્ન સમગ્ર વિશ્વમાં વોર્નીના નામથી જાણીતો થયેલો ક્રિકેટર હતો. ક્રિકેટ વિશ્વમાં તેની નામના મહાન બોલરોમાં થતી હતી. 15 વર્ષના ગાળામાં શેન વોર્નને એકથી એક કારનારમાં કર્યા હતા. તેનું ક્રિકેટ કરિયર વિશ્વના લાખો યુવાનોને સ્પિન બોલિંગમાં લઈ આવ્યું હતું.
શેન વોર્ન વર્લ્ડકપ અને એશિઝની પાંચવાર વિજેતા ટીમનો સભ્ય હતો
ઉલ્લેખનીય છે કે શેનવોર્ન ક્રિકેટ વર્લ્ડકપ 1999 અને પાંચવાર એશિઝ જીતનારી ટીમનો સભ્યો હતો. આ એશિઝ ટુર્નામેન્ટ વર્ષ 1993-2003 દરમિયાન રમાયેલી હતી જેમાં વોર્ને બોલર તરીકે ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર