Home /News /sport /

IPLમાં કાંગારૂઓએ કર્યો ખુબ ભેદભાવ, કમાણી કરી કરોડોની રમત દર્શાવી બે કૌડીની!

IPLમાં કાંગારૂઓએ કર્યો ખુબ ભેદભાવ, કમાણી કરી કરોડોની રમત દર્શાવી બે કૌડીની!

    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018 હવે પોતાના અંતિમ રાઉન્ડમાં છે. આઈપીએલની 11મી સિઝનમાં માત્ર બે હવે એક મેચ હચી છે અને રવિવારે રાત્રે ખબર પડી જશે કે, આ વખતે ટ્રોફી કોના હાથમાં જશે. ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ફાઈનલમાં હૈદરાબાદ સામે ટકરાશે. ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશી ક્રિકેટર્સને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. આ સિઝનમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે, જ્યારે તેમના પર ઘણી મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે. આમાં બેન સ્ટોર્સ, ગ્લેન મેક્સવેલના નામ ઉલ્લેખનિય છે.

    આ વચ્ચે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના પક્ષમાં ભેદભાવનો આરોપ પણ લગાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પણ આ આરોપના સમર્થન આપ્યું છે. બંને પૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન કોચ પોતાના દેશના ખેલાડીઓને વધારેમાં વધારે તક આપે છે, જ્યારે બીજા દેશોના ક્રિકેટરોને જોઈએ તેટલો સમય આપવામાં આવતો નથી. આ સિઝનમાં આઠમાંથી ચાર ટીમોના કોચ ઓસ્ટ્રેલિયન હતા. ઓસ્ટ્રેલિયન ટીમના કોચ ટોમ મૂડી, દિલ્હી ડેયરડેવિલ્સનો કોચ રિકી પોન્ટિંગ, કિંગ્સ ઈલેવન પંજાબનો કોચ બ્રેડ હોઝ અને રાજસ્થાન રોયલ્સના મેન્ટરના રૂપમાં શેન વોર્ન હતો.

    આ ચારમાંથી માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદ જ ફાઈનલમાં પહોંચી શકી છે. દિલ્હીની ટીમ સૌથી પહેલા બહાર થઈ. પંજાબની ટીમ સાતમાં નબર પર રહી તો રાજસ્થાન એલિમેટરમાં કોલકાતા સામે હારીને બહાર થઈ ગઈ. આ ચારેય ટીમોના પ્રદર્શન પરથી ખબર પડે છે કે, સ્મિથ અને સમીના આરોપોમાં દમ છે.

    પંજાબની ટીમમાં એરોન ફિન્ચ (6.20 કરોડ રૂપિયા)ને 10 મેચ રમાડવામાં આવી જેમાં તે માત્ર 134 રન જ બનાવી શક્યો. તે ઉપરાંત માર્કસ સ્ટોઈનિસ (6.20 કરોડ રૂપિયા)ને પણ સાત મેચો રમાડવામાં આવી તેને માત્ર 99 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર (3 કરોડ)ને માત્ર ત્રણ તર આપવામાં આવી. આ પહેલા મિલર પંજાબનો કેપ્ટન રહી ચૂક્યો છે.

    દિલ્હીની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ (9 કરોડ રૂપિયા)ને 12 તક આપવામાં આવી, જેમાં તે માત્ર 169 રન બનાવી શક્યો. ડેન ક્રિસ્ટિયન (1.50 કરોડ રૂપિયા)ને ચાર તક આપવામાં આવી તેને 26 રન બનાવ્યા ઉપરાંત ચાર વિકેટ ઝડપી. બીજી તરફ ઈંગ્લેન્ડના જેસન રોય (1.50 કરોડ રૂપિયા) પાંચ મેચ રમી અને 120 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડના કોલિન મૂનરો (1.90 કરોડ રૂપિયા)ને પાંચ મેચો રમવાની તક આપવામાં આવી, આમાં તેને 63 રન બનાવ્યા.

    રાજસ્થાને ડાર્સી શોર્ટ (04 કરોડ રૂપિયા)ને સાત મેચો રમાડવામાં આવી પરંતુ તે 115 રન જ બનાવી શક્યો. જ્યારે દક્ષિણ આફ્રિકાના હેનરિચ ક્લાસેન (50 લાખ રૂપિયા)ને માત્ર ચાર મેચોમાં જ તક આપવામાં આવી. સનરાઈઝર્સમાં ઓસ્ટ્રેલિયાનો માત્ર બિલી સ્ટેવનલેક (50 લાખ રૂપિયા) જ હતો પરંતુ તે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. આ ટીમમાં ડેવિડ વોર્નર પણ હતો પરંતુ બોલ ટેમ્પરિંગના કારણે તે ટૂર્નામેન્ટ પહેલા જ ટીમમાંથી આઉટ થઈ ગયો હતો, તેની જગ્યાએ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવવામાં આવોય અને તેમને વોર્નરની કોઈને યાદ પણ આવવા દીધી નથી અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી દીધી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK Vs SRH, Ipl 2018, Sports news

    આગામી સમાચાર