મેચ દરમિયાન મેદાનમાં મોટી ગરબડ, ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું!

News18 Gujarati
Updated: September 15, 2019, 7:34 PM IST
મેચ દરમિયાન મેદાનમાં મોટી ગરબડ, ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું!
મેચ દરમિયાન મેદાનમાં મોટી ગરબડી, ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું!

આ મુકાબલો 4 બોલ ફેક્યા પછી રોકવામાં આવ્યો હતો

  • Share this:
ક્રિકેટના મેદાનમાં ઘણી વખત એવી ભૂલો થાય છે. જેના કારણે મેચ ઉપર અસર પડે છે. આવી જ ઘટના ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલા મહિલા ટી-20 મુકાબલામાં બની હતી. બાર્બાડોસમાં રમાયેલી પ્રથમ ટી-20માં એવી ભૂલ થઈ હતી જે ભાગ્યે જ ક્રિકેટ ઇતિહાસમાં જોવા મળે છે. આ મુકાબલો 4 બોલ ફેક્યા પછી રોકવામાં આવ્યો હતો કારણ કે મેદાન વચ્ચે ખેચવામાં આવેલ 25 ગજના ઘેરામાં ગરબડી હતી.

શું હતો મામલો?
મહિલા ટી-20 મુકાબલામાં 30 ગજના બદલે 25 ગજ ઘેરો હોય છે પણ કેન્સિંગ્ટન ઓવલના મેદાનમાં આ ઘેરામાં ગરબડી હતી. વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ સામે ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શૂટે (Megan Schutt)ચાર બોલ ફેંક્યા તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેસ જોનાસેનને લાગ્યું કે 25 ગજનો ઘેરો ખોટી રીતે ખેચવામાં આવ્યો છે. આ વાતની જાણકારી મેચ ઓફિશિયલ્સને આપવામાં આવી હતી. આ પછી અમ્પાયરોએ ગજ માપવા માટે ગ્રાઉન્ડમેનને બોલાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની ફરિયાદ સાચી સાબિત થઈ હતી.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની જર્સી પર જોવા મળશે ભારતીય કંપની, ચાઇનીઝ કંપનીની છુટ્ટીરન આઉટ મામલે પણ વિવાદ
આ મુકાબલામાં રન આઉટ મામલે પણ વિવાદ થયો હતો. મેચની ત્રીજી ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝની ખેલાડીને રન આઉટ કરી હતી. જોકે અમ્પાયરે આઉટ આપવાની ના પાડી હતી. અમ્પાયરે કહ્યું હતું કે કોઈ ખેલાડીએ રન આઉટની અપીલ કરી નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું હતું કે અમે થોડી અપીલ કરી હતી. આ પછી અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. જેમાં વેસ્ટ ઇન્ડીઝની ખેલાડીને આઉટ આપવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

 
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...