Home /News /sport /IND VS AUS: ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં ભારતનો શરમજનક પરાજય, બોલિંગ બેટિંગ બધામાં ભગા

IND VS AUS: ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં ભારતનો શરમજનક પરાજય, બોલિંગ બેટિંગ બધામાં ભગા

india vs australia

IND VS AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. ભારતની આખી ટીમ માત્ર 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને જવાબમાં કાંગારૂઓએ 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Visakhapatnam, India
IND VS AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી વન ડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો.  ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30 નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર હેડ અને માર્શ જ મેચ પતાવીને આવી ગયા હતા.

કાંગારૂ ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆતમાં જ  4 આંચકા આપ્યા હતા. ભારતે 49 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી અક્ષર પટેલ સિવાય એક પણ બેટ્સમેન ચાલ્યો નહોતો. અને સામે છેડે વિકેટો પડતી જ રહી હતી. આખરે આખી ભારતીય ટીમ માત્ર 117 રનમાં સમેટાઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લઈને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી.

આ પણ વાંચો: IND VS AUS: ઓસ્ટ્રેલિયાની બોલિંગ સાથે ફિલ્ડિંગ પણ શાનદાર, ઊડી ઊડીને પકડ્યા કેચ! VIDEO જોઈને કહેશો વાહ

ત્યાર પછી બેટિંગમાં પણ ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર હેડ અને માર્શ જ મેચ પતાવીને આવી ગયા હતા. ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ અર્ધી સદી ફટકારી હતી.



ટીમ ઈન્ડિયાને શરૂઆતના 4 ઝટકા આપીને મિચેલ સ્ટાર્કે બેક ફૂટ પર લાવી દીધી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપીને કુલ 5 વિકેટ લીધી હતી. સીન એબોટે 3 જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી.
First published:

Tags: IND vs AUS, India vs australia

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો