ભારતની હાર, ઓસ્ટ્રેલિયાએ 35 રને જીત મેળવી સિરીઝ પર કર્યો કબજો

News18 Gujarati
Updated: March 13, 2019, 9:25 PM IST
ભારતની હાર, ઓસ્ટ્રેલિયાએ 35 રને જીત મેળવી સિરીઝ પર કર્યો કબજો
એક રીતે કહીએ તો આ ફાઇનલ મેચ જેવી જ સ્થિતિ છે અને અહીં મળેલી જીત કોઈ પણ ટીમને ચેમ્પિયન બનાવી શકે છે.

એક રીતે કહીએ તો આ ફાઇનલ મેચ જેવી જ સ્થિતિ છે અને અહીં મળેલી જીત કોઈ પણ ટીમને ચેમ્પિયન બનાવી શકે છે.

 • Share this:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી વન ડે મેચ રમવામાં આવી રહી છે. આ મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં  ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  ઓસ્ટ્રેલિયાએ  50 ઓવરના અંતે 9 વિકેટના નુકશાને કુલ 272 રન બનાવ્યા. જેના જવાબમાં ભારત 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થયું.

ભારત - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ


 • કુલદીપ યાદવ 12 બોલમાં 08 રન બનાવી માર્ક્સ સ્ટોઈનિસની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો.

 • મોહમ્મદ સામી 7 બોલમાં 03 રન બનાવી જાએ રિચર્ડસનની ઓવરમાં આઉટ થયો

 • કેદાર જાધવ 57 બોલમાં 44 રન બનાવી જાએ રિચર્ડસનની ઓવરમાં ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ
 • ભુવનેશ્વર કુમાર 54 બોલમાં 46 રન બનાવી પૈટ કમિન્સની ઓવરમાં એરોન ફિંચના હાથે કેચ આઉટ

 • રવિન્દ્ર જાડેજા 03 બોલમાં એક પણ રન બનાવ્યા વગર એડમ જામ્પાની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો

 • રોહિત શર્મા 89 બોલમાં 56 રન બનાવી એડમ જામ્પાની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો.

 • વિજય શંકર 21 બોલમાં 16 રન બનાવી એડમ જામ્પાની ઓવરમાં ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ

 • રિષભ પંત 16 બોલમાં 16 રન બનાવી નાથન લાયનની ઓવરમાં એશ્ટન ટર્નરના હાથે કેચ આઉટ

 • વિરાટ કોહલી 22 બોલમાં 20 રન બનાવી માર્ક્સ સ્ટોઈનિસની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ

 • શિખર ધવન પાંચમી ઓવરના બીજા બોલે 15 બોલમાં 12 રન બનાવી પૈટ કમિન્સની ઓવરમાં એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો


ઓસ્ટ્રેલીયા - કોણે કેટલા રન બનાવ્યા
- ઉસ્માન ખ્વાજા 106 બોલમાં 100 રન બનાવી આઉટ થયો
- એરોન ફિન્ચ 43 બોલમાં 27 રન બનાવી આઉટ થયો
- પીટર હેન્ડ્સકોમ્બ 60 બોલમાં 52 બનાવી આઉટ થયો
- ગ્લેન મેક્સવેલ 03 બોલમાં માત્ર 1 રન બનાવી આઉટ
- માર્કસ સ્ટોઈનિસ 27 બોલમાં 20 રન બનાવી આઉટ
- એસ્ટોન ટર્નર 20 બોલમાં 20 રન બનાવી આઉટ
- એલ્કેક્સ કેરી 09 બોલમાં માત્ર 3 રન બનાવી આઉટ
- પેટ કમિન્સ 08 બોલમાં 15 રન બનાવી આઉટ
- જાએ રિચાર્ડસન 21 બોલમાં 29 રન બનાવી આઉટ

ભારત - કોણે કેટલી વિકેટ લીધી
- ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 48 રન આપી 03 વિકેટ લીધી
- મોહમ્મદ સામીએ 09 ઓવરમાં 57 રન આપી 02 વિકેટ લીધી
- જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 39 રન આપી એક પણ વિકેટ ન લીધી
- કુલદીપ યાદવે 10 ઓવરમાં 74 રન આપી 01 વિકેટ લીધી
- રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 45 રન આપી 02 વિકેટ લીધી
- કેદાર જાદવે 01 ઓવરમાં 08 રન આપી એક પણ વિકેટ ન લીધી

વિરાટ કોહલીએ આજે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ચહલ અને કેએલ રાહુલને બહાર રાખતા રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. બીજી તરફ, કંગારુ ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા હતા. શોન માર્શ અને જેસન બેહરનડોર્ફના સ્થાને માર્કસ સ્ટોઇનિસ અને નાથન લાગનને સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારત ટીમ
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેદાર જાધવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત

ઓસ્ટ્રેલિયા ટીમ
એરોન ફિંચ, એલેક્સ કેરી, નાથન કૂલ્ટર નાઈલ, પૈટ કમિન્સ, પીટર હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, ગ્લેન મેક્સવેલ, જાએ રિચર્ડસન, માર્ક્સ સ્ટોઈનિસ, એશ્ટન ટર્નર, અને એડમ જામ્પા.

 
First published: March 13, 2019, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading