T-20: ઓસ્ટ્રેલિયાએ 245 રન ચેઝ કરી રચ્યો ઈતિહાસ, કિવી shockમાં

 • Share this:
  ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકલેન્ડના નાના મેદાન પર રમાયેલ ટી-20 મેચમાં કેટલાક રેકોર્ડ બન્યા હતા. એક રેકોર્ડ ન્યૂઝીલેન્ડ દ્વારા ટી-20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવવાનો હતો. બીજો માર્ટિન ગુપ્ટિલ દ્વારા ઝડપી સદી ફટકારવાનો હતો જ્યારે ત્રીજો રેકોર્ડ સૌથી વધુ સિક્સરનો હતો. ઓકલેન્ડના મેદાન પર રમાયેલ આ મુકાબલામાં બન્ને ટીમોએ મળીને કુલ 32 સિક્સર ફટકારી હતી. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડ અને આયરલેન્ડના નામે હતો. બન્નેએ 2014માં રમાયેલ ટી-20 મેચમાં 30 સિક્સર ફટકારી હતી.

  માર્ટિન ગુપ્ટિલ ટી-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

  ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે 105 રન બનાવ્યા હતા. ગુપ્ટિલે ટી-20 કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. ગુપ્ટિલ આ સાથે જ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. ગુપ્ટિલના નામે 73 મેચમાં 2188 રન થઇ ગયા છે. ગુપ્ટિલે પોતાના જ દેશના બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડ્યો હતો. મેક્કુલમના 71 મેચમાં 2140 રન હતા. આ યાદીમાં ત્રીજા નંબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીના નામે 55 મેચમાં 1956 રન છે.

  એન્ડ્ર્યૂ ટાઇ સૌથી મોંઘો બોલર

  ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર્યૂ ટાઇની મેચ દરમિયાન ધોલાઇ થઇ હતી.ગુપ્ટિલ સીવાય મુનરોએ તેની દરેક બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. જેને કારણએ ટાઇએ 4 ઓવરમાં 64 રન આપ્યા હતા. આમ તેને સૌથી વધુ રન આપવા મામલે બ્રેટ લીને પાછળ છોડ્યો હતો. બ્રેટ લીએ 2009માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધની મેચમાં 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.  Published by:Mujahid Tunvar
  First published: