Home /News /sport /

IPL 2021 માટે ખરાબ સમાચાર, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ નહી બને ટૂર્નામેન્ટનો ભાગ

IPL 2021 માટે ખરાબ સમાચાર, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ નહી બને ટૂર્નામેન્ટનો ભાગ

    નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના ફેન્સને સારા સમાચાર મળ્યા હતા. મળતા સમાચારો અનુસાર આઇપીએલની બાકીની મેચો સપ્ટેમ્બર યુએઈમાં આયોજીત થશે પરંતુ હવે ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર આઇપીએલ સપ્ટેમ્બરમાં ફરીથી શરૂ કરવામાં આવશે જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ટૂર્નામેન્ટનો ભાગ નહી બને., ખરેખર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટી-વર્લ્ડ કપ પહેલા 3થી 4 જેટલી સીરીઝ રમવાની હોવાથી ખેલાડીઓનું આઈપીએલનો ભાગ બનવો ખુબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

    સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટઇન્ડીઝના પ્રવાસ પર જશે, જ્યાં તે 5 મેચની ટી 20 શ્રેણી અને 3 મેચની વનડે શ્રેણી રમશે. ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝમાં નથી જતાં કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં હતા. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સિમ્સનો પણ સમાવેશ છે. ડેનિયલ સૈમ્સ માનસિક દબાણને કારણે વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

    વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અકરમ ખાને પુષ્ટિ આપી છે કે, ઓગસ્ટમાં કાંગારૂ ટીમ પાંચ મેચની ટી -20 શ્રેણી માટે તેની મુલાકાત લેશે. આ શ્રેણી દરમિયાન, ખેલાડીઓએ પણ બાયો-બબલમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલમાં રમવાનું મુશ્કેલ બની રહ્યા છે. જો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલ 2021ની બાકીની મેચોમાં નહીં રમે તો તે ઘણી ટીમોનું સંતુલન બગાડી શકે છે.

    ફક્ત ઓસ્ટ્રેલિયા જ નહીં, ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે આઈપીએલ 2021ની બાકીની મેચોમાં રમવું પણ મુશ્કેલ છે. ઇંગ્લેન્ડ પણ આ દરમિયાન પાકિસ્તાન સામે શ્રેણી રમશે. હવે જોવા જેવી વાત એ છે કે, બીસીસીઆઈને આઈપીએલ 2021ની બાકીની મેચોનું આયોજન કરવા માટે એક વિંડો મળી ગઈ છે, પરંતુ હવે જો ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાંથી ગેરહાજર રહેશે તો આ લીગમાં રોમાંચ શું હશે?
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ipl 2021, Sports news, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર