બોલ ટેંપરિંગ કેસ : સ્ટીવન સ્મિથ પર 1 ટેસ્ટનો પ્રતિબંધ, 100% મેચ ફિસનો દંડ

 • Share this:
  ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ પર આઈસીસીએ કડક વલણ અપનાવ્યું છે. સ્ટીવ સ્મિથને એક મેચ માટે પ્રતિબંધિત ઉપરાંત 100 ટકા મેચ ફિસ પરતસ કરવાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આઈસીસી તરફથી કહેવામાં આવ્યું છે કે, ખોટા લાભ મેળવવા માટે બોલ ટેંપરિંગ કરવાનો નિર્ણય લેનાર વ્યક્તિ છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનર કેમેરન પર 75 ટકા મેચ ફિસનું દંડ ફટકારવામાં આવ્યું છે.  આનાથી પહેલા સાઉથ આફ્રિકામાં ત્રીજી ટેસ્ટ રમી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રમતના ત્રીજા દિવસે ટેંપરિંગમાં ફસાયા બાદ સ્ટીવન સ્મિથને કેપ્ટનસી છોડવી પડી. સ્મિથ ઉપરાંત વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

  તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઓપનર બેનક્રોફ્ટને ચેડા કરતાં કેમેરામાં ઝડપાયો હતો. ત્યાર બાદ કેપ્ટન સ્ટીવન સ્મિથે કહ્યું કે, આ કાંડમાં આખી ટીમ સામેલ હતી. બધાએ ત્રીજા દિવસે લંચ બાદ બોલ સાથે ચેડા કરવાની યોજના બનાવી હતી.


  સ્ટીવન સ્મિથના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો હતો. બધી બાજુથી કેપ્ટન સ્ટીવન સ્મિથને કેપ્ટનસી પરથી દૂર કરવાની માંગ થવા લાગી. ઓસ્ટ્રેલિયન સરકારે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આદેશ આપ્યા કે, તરત જ સ્ટીવન સ્મિથને કેપ્ટનસીથી હટાવી દેવામાં આવે. ત્યાર બાદ કેપટાઉન ટેસ્ટ જેવી જ શરૂ થઈ સ્ટીવન સ્મિથે કેપ્ટનસી છોડી દીધી અને ત્રીજી ટેસ્ટના અન્ય બે દિવસ સુધી ટિમ પેનને ઓસ્ટ્રેલિયાની કેપ્ટનસી સૌંપવામાં આવી.
  Published by:Mujahid Tunvar
  First published: