Home /News /sport /

ચેમ્પિયન્સ ટ્રોફી હોકી : ભારતનો પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન

ચેમ્પિયન્સ ટ્રોફી હોકી : ભારતનો પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન

ફોટો સાભાર - હોકી ઇન્ડિયા

    ચેમ્પિયન્સ ટ્રોફી હોકી-2018માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું છે. ભારતે રનર્સ અપથી સંતોષ માનવો પડ્યો છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું હતું. ભારત તરફથી સરદાર સિંહ અને હરમનપ્રીત સિંહ પેનલ્ટી શૂટઆઉટમાં શરૂઆતમાં ગોલ કરી શક્યા ન હતા. નિર્ધારિત સમયમાં મુકાબલો 1-1થી ડ્રો રહેતા વિજેતાનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા ઓવરઓલ 15મી વખત ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે.

    ભારતને આ ટૂર્નામેન્ટમાં ફરી એક વખત નિરાશા હાથ લાગી છે. ભારત હજુ સુધી એકપણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બની શક્યું નથી. ભારત બીજી વખત ફાઇનલમાં પહોંચીને હારી ગયું છે. ગત વખતે પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.

    આ પહેલા નિર્ધારિત સમયમાં ભારત તરફથી વિવેક સાગર પ્રસાદે 42મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી 24મી મિનિટે ગોવેર્સે કર્યો હતો. પ્રથમ ત્રણ ક્વાર્ટર સુધી ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા પણ ગોલ કરી શક્યું ન હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Australia, Hockey, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन