Home /News /sport /IND VS AUS: કાંગારૂઓનું ફીંડલુ વળી ગયું! 188 માં આખી ટીમ ધરાશાયી, વાનખેડેમાં છવાયા ભારતીય બોલરો
IND VS AUS: કાંગારૂઓનું ફીંડલુ વળી ગયું! 188 માં આખી ટીમ ધરાશાયી, વાનખેડેમાં છવાયા ભારતીય બોલરો
team india bowlers bowling
IND VS AUS પ્રથમ વન ડેમાં ભારતીય બોલરોએ સટીક બોલિંગ કરી હતી અને લાઇન લેન્થ એવી પરફેક્ટ જાળવી રાખી હતી કે આખરે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
INDIA VS AUSTRALIA: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સાથે ગુજ્જુ બોય હાર્દિક ટીમનો 27 મો વનડે કેપ્ટન બની ગયો છે. મુંબઈમાં કેપ્ટન પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને વિરોધી ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.
જો કે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર સિરાજે શરૂઆતમાં જ ઓપનર હેડની વિકેટ ઝડપી હતી. લેફટી બેટ્સમેનો પર તો સિરાજના સ્વિંગ્સ હંમેશા ભારે પડતાં હોય છે. ચાહે તે ડેવિડ વોર્નર હોય કે હેડ. જો કે કાંગારૂ ટીમને ત્યાર પછી ખાસ્સી આશા જાગી હતી કારણ કે સ્મિથ અને માર્શ સારી બેટિંગ કરી રહ્યા હતા.
કેપ્ટન વિરુદ્ધ કેપ્ટન
બે બેટ્સમેનો બીજી વિકેટ માટે સેટ થયેલા જોઈને લાગતું હતું કે અહીંથી ઓસી ટીમ મોટો સ્કોર કરશે, પણ પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિરોધી કેપ્ટન સ્મિથને પેવેલિયનભેગો કરી દીધો હતો.
રાહુલે પકડ્યો એક શાનદાર કેચ
લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ કેપ્ટન પંડ્યાની બોલિંગમાં જ પકડ્યો હતો જેના કારણે તેણે આ નિર્ણયને સાચો સાબિત કરવાની એક તક પણ ઝડપી લીધી હતી.
સટીક બોલિંગ
ભારતીય બોલરોએ સટીક બોલિંગ કરી હતી અને લાઇન લેન્થ એવી પરફેક્ટ જાળવી રાખી હતી કે આખરે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
સિનિયર શમીની શાનદાર બોલિંગ
ભારતીય ટીમમાંથી સિનિયર બોલર શમીની બોલિંગ શાનદાર રહી હતી. શમીએ માત્ર 2.8 ની ઇકોનોમીથી રન આપ્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. તેની બોલિંગ એકદમ લાઇન લેન્થમાં રહી હતી અને પ્રેરણા આપે એવી શાનદાર પણ રહી હતી. એ સિવાય સિરાજે પણ પ્રથમ વિકેટ લેવાની સાથે બીજી બે એટ્લે કે કુલ ત્રણ વિકેટો ઝડપી હતી.
ગુજરાતી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને એક એક વિકેટ મળી હતી.
IND VS AUS રેકોર્ડ કાર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 143 વનડે રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. એટ્લે કે વધારે વખત તે જીત્યા છે. ભારત સામે કાંગારૂ ટીમે 80 મેચ જીતી છે. આ સાથે જ ભારતીય અત્યાર સુધીમાં ટીમે 53 મેચ જીતી છે. આ સિવાય 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ભારતનો 27મો ODI કેપ્ટન બન્યો હાર્દિક
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ થતાંની સાથે જ ODI ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પંડ્યા 27મો કેપ્ટન બન્યો છે. તેમના પહેલા સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, એમએસ ધોની, વિરાટ કોહલી જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી ચુક્યા છે. પ્રથમ વનડેમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતાની સાથે જ પંડ્યા હવે આ દિગ્ગજોની વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે.
રાહુલે કર્યું વિકેટ કીપીંગ
"કે એવો ફેરફાર કર્યો હતો જે કોઇની સમજમાં આવ્યો નહોતો. આ ટીમમાં બે વિકેટકીપર બેટ્સમેનને સ્થાન મળ્યુ હતુ. એક ડાબોડી ઓપનર બેટ્સમેન ઈશાન કિશન. અને બીજો લોકેશ રાહુલ કે જે હાર્દિકનો સારો મિત્ર પણ માનવમાં આવે છે. પરંતુ જો બંને ખેલાડીઓ ટીમમાં હોય તો દેખીતી રીતે વિકેટકીપીંગ સ્પેશ્યાલીસ્ટ ઈશાન કિશનને જ કીપીંગ ગ્લવ્સ સોંપવામાં આવે. પણ તેની જગ્યાએ લોકેશ રાહુલ વિકેટ પાછળ ઊભો રહ્યો હતો અને ઈશાન કિશન ફિલ્ડિંગમાં. આ નિર્ણયના કારણે ફેન્સ પણ ચોંકયા હતા. તેની ઘણી ચર્ચા કરવામાં આવી હતી અને કોમેન્ટેટર્સ પણ આ મુદ્દાની ચર્ચા કરતાં દેખાયા હતા. કે વિકેટકીપર તરીકે તમારી પહેલી પસંદ કોણ હોવું જોઈએ?