ટેરર હિટ લિસ્ટ બનાવવાના આરોપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના ભાઈની ધરપકડ

ટેરર હિટ લિસ્ટ બનાવવાના આરોપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના ભાઈની ધરપકડ

અર્સલાન પર આરોપ છે કે તેણે એક નકલી હિટ લિસ્ટ બનાવી હતી, જેમાં પીએમ મેલ્કન ટર્નબુલનું નામ પણ હતું

  • Share this:
    ટીમ ઇન્ડિયા સામે ટેસ્ટ શ્રેણીની તૈયારીઓમાં લાગેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના મોટાભાઈ અર્સલાન ખ્વાજાની પોલીસે સિડનીમાં ધરપકડ કરી છે. અર્સલાન પર એક હિટ લિસ્ટ બનાવવાનો આરોપ છે, જેમાં ઘણા મોટો લોકોના નામે સામેલ હતા. અર્સલાન પર આરોપ છે કે તેણે એક નકલી હિટ લિસ્ટ બનાવી હતી, જેમાં પીએમ મેલ્કન ટર્નબુલનું નામ પણ હતું.

    પોલીસે જે સમયે અર્સલાનની સિડનીમાંથી ધરપકડ કરી ત્યારે તે ગાડી ચલાવી રહ્યો હતો. આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્ટ યૂનિવર્સિટી ગ્રાઉન્ડ પર મળેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી. જેમાં આતંકી ષડયંત્ર અને અને હિટ લિસ્ટ બનાવવાનો પણ આરોપ પણ સામેલ છે.

    અર્સલાન ખ્વાજા પર આરોપ છે કે તેણે પોતાના યૂનિવર્સિટીના પૂર્વ સાથી મોહમ્મદ કામેર નિઝામદીનને ફસાવવા માટે તેની નોટબુકમાં હિટ લિસ્ટ મુકી દીધી હતી. જોકે કામેરની હેન્ડરાઇટિંગ તે નોટથી અલગ હતી. આ પછી તેને છોડવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - ભારત vs ઓસ્ટ્રેલિયા: આ ચાર બેટ્સમેનો માટે અંતિમ તક, ફ્લોપ રહ્યા તો થશે બહાર!

    અર્સલાન ખ્વાજાને મંગળવારે પારામૈટાની સ્થાનીય કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરની રકમ અને આકરી શરતો પણ જામીન મળ્યા હતા. અર્સલાને જામીન પહેલા પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો હતો. સાથે તેને ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટીથી 100 મીટર દુર રહેવા કહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: