Video: જીવલેણ શોટ રોકવાનો પ્રયત્ન કર્યો તો ફાટી ગયું આ ક્રિકેટરનું જડબું

લેગ સ્પિનર ફવાદને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના જડબાની સર્જરી થઈ હતી

News18 Gujarati
Updated: March 15, 2019, 4:48 PM IST
Video: જીવલેણ શોટ રોકવાનો પ્રયત્ન કર્યો તો ફાટી ગયું આ ક્રિકેટરનું જડબું
જીવલેણ શોટ રોકવાનો પ્રયત્ન કર્યો તો ફાટી ગયું આ ક્રિકેટરનું જડબું
News18 Gujarati
Updated: March 15, 2019, 4:48 PM IST
ક્રિકેટના મેદાનમાં સામાન્ય રીતે બોલર પોતાને સુરક્ષિત માને છે. તેમને ઇજા થવાનો ખતરો ઓછો રહે છે. જોકે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફવાદ અહમદ માટે પાકિસ્તાન સુપર લીગમાં બુધવારનો દિવસ સારો રહ્યો ન હતો. બોલિંગ કરી રહેલા ફવાદને બેટ્સમેનના એક શોટ ઉપર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેના ચહેરા ઉપર સર્જરી કરાવવાની જરુર પડી હતી.

ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતા ફવાદને ઇનામ ઉલ હકના સ્ટ્રેટ ડ્રાઇવ ઉપર ઇજા પહોંચી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ફવાદ પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ બોલ તેના ચહેરા ઉપર વાગ્યો હતો. 37 વર્ષના લેગ સ્પિનર ફવાદને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના જડબાની સર્જરી થઈ હતી.

આ પણ વાંચો - IPL 2019: ચોથી વખત ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે ધોનીના ‘સુપરકિંગ્સ’

સોશિયલ મીડિયા ઉપર આવેલી ફવાદની તસવીર જોયા પછી લાગે છે કે તે મેદાનમાં જલ્દી વાપસી કરે તેવી સંભાવના ઓછી છે. જોકે ફવાદે આશા વ્યક્ત કરી છે કે તે ફાઇનલમાં રમશે. પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ રવિવારે રમાશે.

Loading...



પાકિસ્તાનમાં જન્મેલા 37 વર્ષના ફવાદે ગત મહિને જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
First published: March 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...