Home /News /sport /T20 World Cup 2021: AUS VS SA આફ્રિકાના ચિત્તા પર ભારે પડશે કાંગારૂઓ? જાણો કેવી છે ખતરનાક ટીમ

T20 World Cup 2021: AUS VS SA આફ્રિકાના ચિત્તા પર ભારે પડશે કાંગારૂઓ? જાણો કેવી છે ખતરનાક ટીમ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી20 વર્લ્ડકપ જીતી અને ઈતિહાસ રચી નાખ્યો છે.

AUS VS SA : આજે વિશ્વકપમાં જ્યારે ઑસ્ટ્રેલિયાની આફ્રિકા (AUS VS SA)ની મેચ છે ત્યારે જાણો કેટલી ખતરનાક છે કાંગારૂઓની ટીમ

  ICC T20 WORLD CUP- ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ICC દ્વારા તેના આખા શેડ્યુલની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે વર્લ્ડ કપ રમનારા દેશો પોતાની ટીમની પણ જાહેરાત કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના ટીમ અંગેની જાહેરાત કરી હતી. આ વખતે ફરી એકવાર ઓસ્ટ્રેલિયા (Australia Squad for WT20)ની ટીમની આગેવાની એરન ફિંચ (Aaron Finch) કરતા નજરે પડશે. આ સાથે જ લાંબા સમયથી ટીમમાં શામેલ ન કરાયા હોય તેવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓને આ વખતે ફરી એકવાર મેદાન પર રમતા જોઈ શકાશે. આજે વિશ્વકપમાં જ્યારે ઑસ્ટ્રેલિયાની આફ્રિકા (AUS VS SA) સામે ભીડંત થવાની છે ત્યારે જાણો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટની ટીમમાં કોણ કોણ છે

  સ્ટિવ સ્મિથ હાલમાં જ તેમની એલ્બો ઈન્જરીમાંથી બહાર આવ્યા છે. તો બીજી તરફ ટીમનાં કેપ્ટન એરન ફિંચે પણ હાલમાં જ પોતાના ગોઠણની સર્જરી (Knee Surgery) કરાવી છે. જો કે બન્ને ખેલાડીઓને રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નરને પણ તાજેતરમાં રમવામાં આવેલી વેસ્ટઈન્ડિઝ અને બાંગ્લાદેશ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડ્સન, માર્કસ સ્ટોઈનિસ અને પેટ કમિંસ પણ થોડા સમય ટીમથી બહાર રહ્યાં બાદ હવે એક્શનમાં જોવા મળશે. એટલું જ નહી ડેનિયલ ક્રિશ્ચન અને ડેનિયલ સૈમ્સ પણ રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં શામેલ છે. આ બન્ને પ્લેયર આઈપીએલમાં પણ રમે છે.

  અહેવાલો મુજબ વિકેટકીપર અને બેટ્સમેન લેક્સ કેરી અને બોલર ઝાએ રિચર્ડસન અને એન્ડ્રયૂ ટાય સહિત કુલ 9 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ અને બાંગ્લાદેશ વિરુધ્ધ ટી 20 સીરીઝમાં રમી ચુક્યાં છે. ઓસ્ટ્રેલિયન પસંદગીકારો દ્વારા જાહેર કરવામાં આવેલી 15 પ્લેયર્સની ટીમમાં અનકેપ્ડ જોશ ઈંગલિસ પણ શામેલ છે.

  આ પણ વાંચો :  T20 World Cup 2021: વર્લ્ડકપમાં લંકાના 'ટાઇગર' ભારે પડશે? એકથી એક ખતરનાક ખેલાડીઓની બનાવી છે ટીમ

  ઓસ્ટ્રેલિયન ટીમ સિલેક્ટર જોર્જ બેલે જણાવે છે કે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ ટીમ ખૂબ સારી ટક્કર આપશે અને આવનારા મેચમાં શાનદાર પરફોર્મન્સ બતાવશે. વધુમાં તેઓ જણાવે છે કે, અમારી પાસે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓ છે, જે પોતપોતાની ભૂમિકાઓમાં અનુભવ સાથે સૌથી સારી ટી 20 ટીમ સામે સફળતા મેળવશે.

  ટી 20 વિશ્વ કપ

  કોવિડની પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખતા આ વિશ્વકપ દુબઈમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે, આ પહેલા આ વિશ્વકપ ભારતમાં રમાવાની જાહેરાત કરાઈ હતી. જો કે વર્લ્ડ કપ ખસેડવા છતા BCCI દ્વારા જ વિશ્વકપની યજમાની કરવામાં આવી રહી છે. આ અગાઉ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં યોજવાની વિચારણા પણ કરવામાં આવી હતી પણ BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વરસાદને કારણે ત્યાં વિશ્વકપ રમી શકાશે નહી.

  ટી 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ

  એરમ ફિંચ (કેપ્ટન), પેટ કમિંસ (વાઈસ કેપ્ટન), એશ્ટન એગર, જોશ હેઝલવુડષ, જોશ ઈંગલિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ સ્વીપસન, મૈથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા

  રિઝર્વ ખેલાડી – ડેનિયલ ક્રિશ્ચન, નાથન એલિસ, ડેનિયલ સેમ્સ

  ફાસ્ટ બોલર્સ

  પેટ કમિંસ

  જોશ હેઝલવુડષ

  કેન રિચર્ડસન

  મિશેલ સ્ટાર્ક

  સ્પીનર્સ

  એશ્ટન એગર

  મિશેલ સ્વીપસન

  એડમ જામ્પા

  વિકેટકીપર

  મૈથ્યૂ વેડ

  જોશ ઈંગલિસ

  ફિંચ અને ડેવિડની જોડી કરશે ઓપનિંગ

  એરન ફિંચ અને ડેવિડ વોર્નર ટીમ તરફથી ઓપનિંગ કરતા જોવા મળશે. આ બંન્ને ખેલાડીઓનું કોમ્બિનેશન ખૂબ સારું છે. આ જોડીએ અત્યાર સુધી કુલ 25 વખત ઓપનિંગ કરી છે અને 41.04ની એવરેજ સાથે 944 રન બનાવ્યા છે. બન્ને પ્લેયર્સનાં તાલમેલ અને તેમના અત્યાર સુધીના પરફોર્મન્સને આધારે આ જોડીને ઓપનિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર 3 પર સ્ટીવ સ્મિથને ઉતારશે. કોઈ પણ ઈમરજન્સી કે ઈન્જરી જેવી પરિસ્થિતીને પહોંચી વળવા માટે ટીમમાં બેકઅપ તરીકે મૈથ્યૂ વેડને શામેલ કરવામાં આવ્યો છે.

  આ હશે ટીમનો મિડલ ઓર્ડર

  ઓસ્ટ્રેલિયન ટીમ મિડલ ઓર્ડરમાં માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલને મેદાને ઉતારશે. આ બંન્ને ખેલાડીઓ આપીએલમાં પણ રમી ચુક્યા છે જેનો અનુભવ તેમને ટી 20 વર્લ્ડ કપમાં ઉપયોગી બનશે.

  મિશેલ માર્શને નંબર 4 પર મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ત્યારબાદ જોશ ઈંગલિસ, મેથ્યુ વેડ વગેરે પ્લેયર્સને મેદાનમાં ઉતારવામાં આવશે

  આ પણ વાંચો :  T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર

  ઓસ્ટ્રેલિયાના ડેડલી બોલર્સ

  પેટ કમિંસ અને મિશેલ સ્ટાર્ક ટીમનાં સૌથી ખતરનાક બોલર્સમાં ગણવામાં આવે છે. તેમના દ્વારા 84 વિકેટો ઝડપવામાં આવી છે. આ બંન્ને પ્લેયર્સ કંગારુઓને બોલિંગમાં મજબૂતી આપે છે. તેમની સાથે જોશ હેઝલવુડ સપોર્ટિવ રોલમાં દેખાશે. જેની બોલિંગ પણ શાનદાર ગણવામાં આવે છે.

  ટી 20માં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવતો રિચર્ડસન પણ ટીમમાં જગ્યા બનાવે તેમાં નવાઈ નથી. આ સાથે જ એશ્ટન એગર, મિશેલ સ્વીપસન અને એડમ જમ્પા જેવા સ્પિનર્સ વિરોધી ટીમના બેટ્સમેનને રન લેતા અટકાવવા માટે સક્ષમ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Aus VS SA, Cricket News in Gujarati, T20 world cup

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन