T-20 વર્લ્ડકપના સેમિફાઈનલમાં (T20 World cup Semifinal) ગુરુવારે પાકિસ્તાની (AUS VS PAK) ક્રિકેટર હસન અલીએ એક ભૂલ કરી છે. શાહીન આફ્રિદીના (Shaheen Afridi) ત્રીજા બોલ પર મેથ્યૂ વેડે મિડવિકેટની દિશામાં હવામાં શોટ ફટકાર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટર હસન અલી (Hasan Ali Catch Dropped) પાસે આ શોટથી વિકેટ લેવાની ખૂબ જ શાનદાર તક હતી, પરંતુ તેમણે કેચ મિસ કરી દીધો હતો અને વિકેટ લઈ શક્યા નહોતા. જે બાદ ઓસ્ટ્રિલિયાએ પાકિસ્તાનને સેમિફાઈનલમાં 5 વિકેટથી હરાવ્યું હતું. કેચ છૂટી જતા હસન અલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટર હસન અલીને કારણે પાકિસ્તાની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ ન કરી શક્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગઈકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાની બોલર હસન અલીએ 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર 44 રન આપ્યા હતા. મેવચમાં અંદાજ લગાવાઈ રહ્યો હતો કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન હસનને ટાર્ગેટ બનાવશે અને અંતે એવું જ થયું.
હસન અલી ટ્રોલ
મેથ્યૂ વેડે 19મી ઓવરના ત્રીજા બોલ પર હવામાં શોટ ફટકાર્યો હતો. હસન અલી આ શોટને કેચ કરવા માટે દોડ્યો હતો, પરંતુ બોલ તેના હાથમાં નીકળી ગયો હતો. કેચ હાથમાંથી છૂટી જતા ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી અને પાકિસ્તાન ફાઈનલમાં બહાર થઈ ગયું હતું. સોશ્યલ મીડિયા પર હસન અલીને તેના આ કેચ ડ્રોપ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે જણાવ્યું હતું કે, જો હસન અલીએ આ કેચ કરી લીધો હોત, તો પાકિસ્તાનની ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હોત. તે કેચ એક ટર્નિંગ પોઈન્ટ હતો. જો એ કેચ પકડી લેવામાં આવ્યો હોત, તો પાકિસ્તાન ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હોત.
હસન અમારો મુખ્ય બૉલર છે
ત્યાર બાદ પાકિસ્તાની કેપ્ટને હસનનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘હસન અલી અમારો મુખ્ય બોલર છે, તેમણે પાકિસ્તાન માટે અનેક મેચ જીતી છે. ક્યારેક ક્યારેક કેચ ડ્રોપ થઈ જાય છે અને તે વાતનું હું સમર્થન કરું છું.’
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન T20 World Cup 2021 માં સેમિફાઈનલ સુધી પહોચ્યું હતું. સેમિફાઈનલમાં હાર મેળવ્યા બાદ પાકિસ્તાન હવે ઘરે પરત ફરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર