Home /News /sport /AUS vs ENG: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઈંગ્લેન્ડને મળી કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ જીતી શ્રેણી

AUS vs ENG: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઈંગ્લેન્ડને મળી કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ જીતી શ્રેણી

ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી

Aus vs Eng : ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યાના એક સપ્તાહની અંદર જ તેને ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શનિવારે રમાયેલી બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે સ્ટીવ સ્મિથની 94 રનની ઇનિંગના આધારે 8 વિકેટે 280 રન બનાવ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યાના એક સપ્તાહની અંદર જ તેને ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શનિવારે રમાયેલી બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે સ્ટીવ સ્મિથની 94 રનની ઇનિંગના આધારે 8 વિકેટે 280 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમ 38.5 ઓવરમાં માત્ર 208 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ 72 રને જીતવાની સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની વનડે સીરીઝ પર કબજો કરી લીધો છે. છેલ્લી મેચ 22 નવેમ્બરે રમાવાની છે.

    ઈંગ્લેન્ડની ટીમ 3 મેચની વનડે શ્રેણીમાં સતત બીજી હાર સાથે ઓસ્ટ્રેલિયાના હાથે શ્રેણી હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડી કંઈ ખાસ કરી શકી નહતી. વોર્નર 16 જ્યારે હેડ 19 રન બનાવીને પરત ફર્યા હતા. અહીંથી ટીમને બે સુપરસ્ટાર સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને સંભાળી હતી. મિચેલ સ્ટાર્ક નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવ્યો અને અડધી સદી ફટકારીને ટીમને એક સારો સ્કોર બનાવી આપ્યો હતો. આ ત્રણેયના કારણે ટીમ 280 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

    સ્મિથ સદી ચૂક્યો

    ટી20 વર્લ્ડ કપની નિરાશાને પાછળ છોડીને સ્ટીવે શાનદાર ઇનિંગ રમી હતી. લાબુશેન સાથે સદીની ભાગીદારી કરવાની સાથે તેણે માર્શ સાથે ટીમ માટે રન પણ ઉમેર્યા હતા. સ્મિથ 114 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 94 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે સૌથી ઓછી ઇનિંગમાં (138) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પણ પૂરા કરવાની સિદ્ધી પણ પોતાના નામે કરી હતી. લાબુશાને 58 જ્યારે મિચેલ માર્શ 50 રન બનાવીને આઉટ થયો હતો.

    સ્ટાર્ક-જામ્પાએ ઈંગ્લેન્ડ પર વરસાવ્યો કહેર

    ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ પર મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવરમાં જ પોતાની બોલિંગથી કહેર વરસાવ્યો હતો. તેણે જેસન રોય અને ડેવિડ મલાનને ખાતું ખોલાવ્યા વિના પરત મોકલી દીધા. રોય વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો જ્યારે માલન સ્ટાર્કના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. જેમ્સ વિન્સ અને સેમ બિલિંગ્સે ટીમને સંભાળી હતી, બંનેએ અડધી સદી પૂરી કરી હતી. વિન્સ 60 જ્યારે બિલિંગ્સ એડમ ઝમ્પાની 71 રનની ઇનિંગનો શિકાર બન્યો હતો. સ્ટાર્કે 8 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે જ ઝમ્પાએ 9.5 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ પણ લીધી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन