Home /News /sport /હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે અણબનાવ મીડિયામાં જાહેર થઈ ગયો છે. અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવા, મારપીટ કરવી, મારી નાખવાની ધમકી આપવી તેમજ બળાત્કારના પ્રયાસ કરવાના આરોપ સાથે હસીને મોહમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ કેસમાં કોલકાતા પોલીસે કાર્યવાહી કરતા શમીનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. તાજેતરમાં શમી અને હસીન જહાં વચ્ચે ફોન પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

ઓડિયો ક્લિપમાં શમી તેની પત્નીને સમાધાન કરવા માટે સામ સામે બેસીને વાત કરવા માટે મનાવી રહ્યો છે. જ્યારે સામાપક્ષે હસીન જહાં શમીને તેના કરતૂતો પર માફી માંગવાનું જણાવી રહી છે. તો શમી તેની પુત્રી માટે હસીન જહાંને બધુ ભૂલીને સમાધાન કરવા માટે કરગરી રહ્યો છે. જોકે, આ દરમિયાન શમી મીડિયા સામે માફી માંગનો ઇન્કાર કરતો જણાઈ રહ્યો છે, તેમજ હસીન તેને માફી માંગવા માટે દબાણ કરી રહી છે.

બંને વચ્ચેની વાતચીત:

શમીઃ શું કરવું છે હવે?
હસીનઃ દુનિયા સામે આવો અને પોતાની ભૂલ સ્વીકારો અને માફી માંગો.
શમીઃ પછી?
હસીનઃ પછી બધુ ઠીક થઈ જશે પણ પછી કમિટમેન્ટ કરીને રહેવું પડશે. તમારે લખાણ આપવું પડશે કે ફરી આવું નહીં થાય. તમે તમારી બધી ફરજ નીભાવશો. બધુ જ લખાણમાં આપવું પડશે.
શમીઃ આ બધું ક્યારે નથી થયું એ જણાવીશ?
હસીનઃ મેં તમને કહ્યું કે ખોટી વાત પર મારે કોઇ વાત નથી કરવી.
શમીઃ જે પણ વસ્તુ હતી હવે આ ખતમ કેવી રીતે થશે? દેશ સામે જે પણ કંઈ તારે કરવાનું હતું તે કરી લીધું.
હસીનઃ મે તમને ઘણીવાર સમજાવાનો પ્રયત્ન કર્યો તમે ના માન્યા...મે જે દુનિયાને જણાવ્યુ શું તમે એ કઇંજ નથી કર્યુ?
શમીઃ શું તે જે કર્યું એ સારુ કર્યુ?
હસીનઃ તમે આ બધું કર્યુ છે કે નહી? હા કે ના?
શમીઃ ના. ના. આ બધું હું નહીં સ્વીકારું.
હસીનઃ તો પછી તમે ફોન કેમ કરી રહ્યા છો આપ?
શમીઃ સામે બેસીને વાત કરીએ તો પછી...
હસીનઃ તમે લાયક છો સામે બેસીને વાત કરવાને? હુ તમારો ફોન ઉઠાવવા પણ નથી માંગતી.
શમીઃ તું હજી પણ એજ જૂની વાત પકડીને બેસી રહી છે?
હસીનઃ જાનેમન!! પ્રેમ કોને કહેવાય ખબર પણ છે તમને? સ્ત્રીના વિશ્વાસને પ્રેમ કહેવાય. મેં તમારી સાથે દગો નથી કર્યો પણ તમે 10 સ્ત્રીઓ સાથે સંબંધ બનાવ્યા એનો મતલબ પ્રેમ નહોતો. હું તમારી પત્ની હતી તેમ છતા તમે અન્ય સ્ત્રી સાથે સંબંધો બનાવ્યા તો પ્રેમ ક્યાં રહ્યો? જો પ્રેમ હોત તો આવુx ના થાત. તમે મારી વાત ન માની અને આ વાત હવે દુનિયા સામે જતી રહી. મીડિયા સામે જતી રહી.
શમીઃ હું વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે વાત આપણી દીકરીની છે એના માટે હું વિચારી રહ્યો છું કે જો શાંતિથી વાત પતી જાય તો સારુ.
હસીનઃ દીકરી વિશે વિચારવાની તમારે જરુર નથી. દિકરીને મેં જન્મ આપ્યો છે. હુ અને મારો અલ્લાહ જોઇ લઇશું.
શમીઃ એટલે તું શાંતીથી બેસીને વાત પતાવામાં નથી માની રહી?
હસીનઃ પ્રેમ, પરિવાર વાળી વાત તમે રાખી જ ક્યાં છે, તમે બધું બરબાદ કરી નાખ્યું.
શમીઃ તું મને એમ કહે કે તું બેસીને વાત કરીશ કે નહી? આ વાત બેસીને વાત કરવાથી પતી શકે છે.
શમીઃ તું ફોન કેમ કાપી રહી છે મારો?
હસીનઃ પહેલા તમે એમ કો કે તમે તમારી ભૂલ સ્વીકારશો કે નહીં?
શમીઃ શાંતીથી બેસીને પહેલા એકવાર વાત કર.
હસીનઃ મારી પાસે આવવાની પણ જરુર નથી. યુપીમાં જ પ્રેસ કોન્ફરન્સ બોલાવો અને હાથ જોડીને માફી માંગો અને ભૂલ સ્વીકારો.
શમીઃ હસીન તું આ જબરજસ્તી વાળી વાત કરાવી રહી છે, હું તારી સામે અને મીડિયા સામે પણ કહી ચુક્યો છું કે કોઇ પણ કાર્ય કરવાથી આપણા બંને વચ્ચે બંનેના પરિવાર વચ્ચે સંબંધ સુધરે છે તો એમા મને કોઇ વાંધો નથી.
શમીઃ બેબો ક્યાં છે બેબો જોડે વાત કરાવ.
હસીનઃ બેબોની ખબર પૂછવાની કે વાત કરવાની તમારો કોઇ જરુર નથી.
શમીઃ તે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. ખોટું અને સાચુ તો પછી સાબીત થશે. તે મારી સાથે સાથે મારા ભાઇ પર પણ આરોપ લગાવ્યો તને શરમ ન આવી. આખા પરિવાર પર આરોપ લગાવ્યા. મારાથી ગુસ્સa હતો તો મને વાત કરતી. એ લોકોને કેમ સંડોવ્યા?
હસીનઃ શરમ! પોતાના સ્વર્ગવાસી પિતાની કસમ ખાઇને કહો કે જે જે પણ વાત મેં કરી છે એ ખોટી છે.
શમીઃ બૂમો પાડીને કોઇ ફાયદો નથી. બૂમો પાડતા મને પણ આવડે છે. તારો રેપ ક્યારે થયો?
First published:

Tags: Audio clip, Hasin Jahan, Mobile phone, Viral