ઓકલેન્ડ ટેસ્ટ : કિવી સામે અંગ્રેજો 58 રનમાં ઓલઆઉટ, બોલ્ટ-સાઉથીએ મચાવ્યો તરખાટ

News18 Gujarati
Updated: March 22, 2018, 4:43 PM IST
ઓકલેન્ડ ટેસ્ટ : કિવી સામે અંગ્રેજો 58 રનમાં ઓલઆઉટ, બોલ્ટ-સાઉથીએ મચાવ્યો તરખાટ

  • Share this:
ઓકલેન્ડમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટના પ્રથમ દિવસે એક એવી તસવીર જોવા મળી જેને જોઈને બધા જ ક્રિકેટ ફેન્સના હોશ ઉડી ગયા. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટના પહેલા જ સેશનમાં ન્યૂઝીલેન્ડ સામે સરેન્ડર કરી દીધું અને માત્ર 58 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 50.4 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ. જેમાં પાંચ બેટ્સમેન તો ખાતું પણ ખોલી શક્યા નહતા. ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનને ટ્રેટ બોલ્ટ અને ટિમ સાઉથીએ તોડી પાડી હતી. ટ્રેન્ટ બોલ્ટે 32 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ટિમ સાઉથીએ માત્ર 25 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને મેજબાન ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. 4 ઓવર સુધી તો ઈંગ્લેન્ડ માટે બધુ બરાબર હતું પરંતુ પાંચમી ઓવરથી ઈંગ્લેન્ડની વિકેટોનું પતન શરૂ થઈ ગયું. સૌથી પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક બોલ્ટની બોલ પર પેવેલિયન ફર્યો. ત્યાર બાદ બોલ્ટે જો રૂટને પણ શૂન્ય રને ચાલતો કર્યો હતો. 9મી ઓવરમાં ડેવિડ મલાન બોલ્ટનો ત્રીજો શિકાર બન્યો. બોલ્ડ બાદ સાઉથીએ પણ પોતાની સ્વિનનો કમાલ બતાવીને સ્ટોનમેનને 11 રને પેવેલિયન મોકલી દીધો. ત્યાર બાદ એકવાર ફરીથી બોલ્ટે આક્રમક બોલિંગ કરતાં બેન સ્ટોક્સને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો. બીજી ઓવરમાં જોની બેરિસ્ટો પણ આઉટ થઈ ગયો અને ઈંગ્લેન્ડે પોતાની 6 વિકેટ માત્ર 18 રનમાં જ ગુમાવી દીધી હતી.

ટીમના ખાતામાં 5 રન વધારે જોડાયા હતા અને બોલ્ટે ક્રિસ વોક્સને 5 રને આઉટ કરીને પોતાની 5 વિકેટ પૂરી કરી લીધી હતી. ઈંગ્લેન્ડની થોડી ઘણી ઈજ્જત રાખી ઓવર્ટને જેને 25 બોલમાં અણનમ 33 રન બનાવ્યા અને ગમે તે રીતે ટીમનો સ્કોર 50 રનો ઉપર પહોંચાડ્યું. પરંતુ ઓવર્ટન સાઉથી અને બોલ્ટના તોફાનને રોકી શક્યા નહી. અંતે બોલ્ટે જેમ્સ એન્ડરસનને પણ આઉટ કરીને ઈંગ્લિશ ટીમને માત્ર 58 રનો પર પેવેલિયન ભેગી કરી નાંખી હતી. આ ઈંગ્લેન્ડનો ટેસ્ટમાં સૌથી નાનામાં નાનો સ્કોર છે. ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 1887માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 45 રન પર ઓલઆઉટ થઈ ચૂકી છે.
First published: March 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading