ભારત માટે મોટા સમાચાર, જ્યોતિષે જણાવ્યું Ind Vs Pak મેચમાં કોની થશે જીત?

News18 Gujarati
Updated: April 27, 2019, 11:59 AM IST
ભારત માટે મોટા સમાચાર, જ્યોતિષે જણાવ્યું Ind Vs Pak મેચમાં કોની થશે જીત?
જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આ મેચને લઇને ભવિષ્યવાણી કરી છે. એશિયન એજની રિપોર્ટ અનુસાર જ્યોતિષઈએ આ મહા મેચનાં વિજેતાનું નામ જાહેર કરી દીધુ છે

જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આ મેચને લઇને ભવિષ્યવાણી કરી છે. એશિયન એજની રિપોર્ટ અનુસાર જ્યોતિષઈએ આ મહા મેચનાં વિજેતાનું નામ જાહેર કરી દીધુ છે

  • Share this:
IPL-12 તેનાં અંતિમ સપ્તાહમાં છએ. થોડા દિવસોમાં વર્લ્ડ કપ શરૂ થવાનો છે જેની મેજબાની ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકા 30 મે ગુરૂવારથી લંડનનાં કેનિંગ્ટન ઓવલમાં ઉદ્ધાટન મેચથી કરવાનાં છે. જોકે, ફેન્સને રવિવાર 16 જૂનમમાં માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં India Vs Pakistanની મેચનો ઉત્સાહથી ઇન્તેઝાર
છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં થનારી મેચની ચર્ચાઓ ઘણાં મહિના પહેલાથી શરૂ થઇ ગઇ છે. 14 ફેબ્રુઆરી, 2019નાં પુલવામા પર હુમલા બાદ આ મેચની ચર્ચાઓ વધારે થવા લાગી. પુલવામા હુમલા બાદ ઘણાં લોકોએ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જોઇએ. ભારતે આ મેચ ન રમવી જોઇએ તેવી વાતો થવા લાગી.આ વચ્ચે જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આ મેચને લઇને ભવિષ્યવાણી કરી છે. એશિયન એજની રિપોર્ટ અનુસાર જ્યોતિષઈએ આ મહા મેચનાં વિજેતાનું નામ જાહેર કરી દીધુ છે. તેમનાં જણાવ્યા મુજબ આ મેચ ભારત જીતશે.

સાથે જ જ્યારે પુછવામાં આવ્યું કે, શું ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આવી શકે? તો તેમને કહ્યું કે, બંને ટીમની વર્લ્ડકપ જીતવાની સંભાવના ઓછી છે. આ કારણે તેમને ફાઇનલમાં ફરી જોવાની સંભાવના પણ ઓછી છે.

આપને જણાવી દઇએ કે આજ સુધી પાકિસ્તાન ભારતથી વર્લ્ડકપમાં કોઇપણ મેચ જીત્યુ નથી. ODIની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે 6 મેચ થઇ છે. જેમાંથી બધી જ ઇન્ડિયા જીતી છે. અને T20ની વાત કરીએ તો 5 વખત થયેલી આ મેચમાં દરેક વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે.

 
First published: April 27, 2019
વધુ વાંચો
अगली ख़बर