Home /News /sport /

ગામા પહેલવાનના પૌત્રને ન મળી ભારતમાં રમવાની મંજૂરી

ગામા પહેલવાનના પૌત્રને ન મળી ભારતમાં રમવાની મંજૂરી

    ભારતમાં જો રેસલિંગની વાત હોય તો, સૌથી પહેલા જીભ પર એક જ નામ આવે અને તે છે ગામા પહેલવાન. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા ભારતમાં એકવાર પણ ન હારવાનો રેકોર્ડ ધરાવતા ગામા પહેલવાન ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાન જતો રહ્યો, પરંતુ તેના ફેન સરહદની બંને તરફ છે.

    1960માં ગામા પહેલવાનના મૃત્યું બાદ પાકિસ્તાનના આ પ્રખ્યાત રેસલિંગ પરિવારે રેસલિંગને અલવિદા કહી દીધુ, પરંતુ આ ખાનદાનની ત્રીજી પેઢીમાં ફરી એક રેસલર પેદા થયો અને ભારતમાં રેસલિંગના ફેંસ પાસે ગામા પહેલવાનના આ પૌત્રને રેસલિંગના દાવ અજમાવતા જોવાનો મોકો હતો જે હવે હાથમાંથી નીકળી ગયો છે.

    દિલ્હીમાં યોજવામાં આવનાર એશિયન જૂનિયર રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ગૃહ મંત્રાલયે પાકિસ્તાનના 12 સભ્યોના એક દળને ભારતમાં આવવા માટે ક્લીયરન્સ તો આપી દીધુ છે, પરંતુ ગામા પહેલવાનના પૌત્ર 97 કિગ્રાની કેટેગરીના રેસલર હારૂન આબિદને ભારત આવવાની મંજૂરી નથી મળી.

    હારૂન આબિદ ગામા પહેલવાનના ભાઈ ઈમામ બક્સનો પૌત્ર છે, અને હાલમાં તે જાપાનમાં ટ્રેનિંગ કરી રહ્યો છે, જેથી તેનો વિઝા ક્લીયર નથી તઈ રહ્યો.

    ધ ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર પાકિસ્તાન રેસલિંગ ફેડરેશનના ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનનો ઈ-મેઈલ મોકલીને હારૂન આબિદને ભારત આવવાની મંજૂરી મળે તે માટે ભલામણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે, શું ગામા પહેલવાનની ત્રીજી પેઢીના રેસલરને ભારતમાં આવવાની મંજૂરી મળે છે કે નહીં.
    Published by:kiran mehta
    First published:

    Tags: Permission

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन